Anubhuti no Othar(Gujarati) by Tarak Vaidhya

ભાઈશ્રી તારક વૈદ્યની કાવ્ય પુસ્તિકા “અનુભૂતિનો ઓથાર“ પ્રકાશિત થઈ રહી છે તે જાણીને ગહન આનંદ અનુભવી રહ્યો છું. આમ તો તારકભાઈ મારા માટે કોઈ અજાણી વ્યક્તિ નથી, પણ તેમની કાવ્ય રચનાની આ શૈલીથી હું અજાણ હતો… અલબત્ત, તેમના કાવ્યના બીજા એક સ્વરૂપથી હું વાકેફ જરૂર છું, જેને આપણે સામાન્યત: મંગલાષ્ટક કહીએ છીએ, જે લગ્ન પ્રસંગે ગવાતું હોય છે. હવે તેઓ એક કદમ ઓર આગળ વધીને જ્યારે તેમની કવિતાઓ પ્રગટ કરી રહ્યા છે, ત્યારે તેમને જાણનારાઓ માટે એક વિશેષ આનંદનો અવસર બની રહેશે તેમાં કોઈ અતિશયોક્તિ નથી. આ અવસરે મારા અને મારા સમગ્ર પરિવાર તરફથી તેમને સાહિત્યના આ નવલ ક્ષેત્રમાં આગવી પહેચાન મળે, ખૂબ સફળતા મળે તેવી મારી ભાવના વ્યક્ત કરું છું. આપણને સૌને આવા બીજા પણ કાવ્ય સંપુટ તેમના તરફથી સાંપડે તેવી અભ્યર્થના એવમ્ શુભેચ્છા. અર્પિત મહેતા અમદાવાદ. ચેરમેન, સિટી પલ્સ મલ્ટીપ્લેક્ષ લિમિટેડ, એમ. ડી. લવ-કુશ સ્કૂલ @ કોલેજ ઓફ એજ્યુકેશન, સીએમડી, લવ-કુશ ઈન્ફ્રાપ્રોજેક્ટ પ્રા. લિમિટેડ.