“રાજન એટલે દરિયો એટલે ઉત્સાહ એટલે ગોલ્ડનકેટ એટલે… આ પુસ્તક વાંચનારના જીવનની ભલભલી મુશ્કેલીઓ કે વિટંબણાઓ દૂર દૂર દૂર ભાગી જશે એની ખાતરી છે. ડરને જો ડરાવવો હોય તો આ પુસ્તક વાંચવું. અને વાંચી સંભળાવવું. કરોડો વર્ષો પૂર્વે જીવમાત્રની ઉત્પત્તિ જળમાં જ થઈ હતી, પરંતુ આવા સાહસીકોની અંદર એવું જળ ઉત્પત્તિ પામે છે કે તે માણ્યા જ કરવાનુ મન થયા કરે. સાહસ કરવા માટે જરૂરી હોય બહાદુરી અને ઉત્સાહ, પરંતુ સાહસ કરવા માટે પ્રેમ જરૂરી હોય તેતો આ સાહસો અને સાહસીકો એજ ખબર પાડી. આ પુસ્તકનો એક એક શબ્દ વાંચનાર માટે એક એક નાનકડી હોડી બની જાય છે. તેના ઉપર સવાર થઈ આપણે પણ નીકળી પડીએ છીએ રાજન-મીતા શાહ બની જઈને દરિયાની સફરે, માણી લઈએ છીએ શક્ય એટલો આનંદ. મુશ્કેલી, વિઘ્ન, વિરોધ કે આવકારના વિવિધ સ્વરૂપો આપણને રસતરબોળ કરી મૂકે, આપણને પણ હવે પછી તેમની સાથે જવા ઉશ્કેરે એવી બાની છે મિત્ર રાજનની. એક સાવ અવનવા વિષયના સચોટ વર્ણન માટે મિત્રને સાદર સપ્રેમ અભિનંદનો અને શુભેચ્છાઓ હૃદયપૂર્ક……. પાણી રાજનના સ્વપ્નની રાણી, તેથી ગોલ્ડન કેટને આણી.” કપિલ શુક્લા
