● ચિરાગથી કવિ “ચિરાગ” ની ગઝલ સફરની સાથે સાથે…. ● પ્રેમ કરતા ફરજ મોટી હોય અને જ્યાં સંબંધ હોય ત્યાં પ્રેમ હોવો જરુરી નથી પણ જ્યાં પ્રેમ, સ્નેહ હોય એ સંબંધને નામ આપવું પણ જરુરી નથી. ચિરાગ નટવરલાલ ચાવડા (વિશ્વકર્મા પુત્ર) કલા અને કારીગરી તો આવેજ. યુવાની અવસ્થામાં આવતાની સાથે જ વાંચન અને વિચારોની દુનિયામાં ખોવાય જતા. કોમ્પ્યુટર પર કામ કરવાનો બહોળો અનુભવ અને મિત્રોને જાણતા – અજાણતા જ પોતાના કરી લેવાની તરકીબના હૃદયપ્રેમી કવિના પ્રથમ કાવ્ય સંગ્રહથી કવિ દુનિયામાં પ્રવેશ સાથે શુભેચ્છાઓ અને અભિનંદનને પાત્ર થયા છે. તલબ ઉપડી છે આજે એક ગઝલ લખવાની, તું જ ગઝલની પ્રેરણા કોરી કિતાબ કોણ રાખે ! બળી બળી રાખ થવા આવ્યો છે “ચિરાગ”, નિશાઓને પ્રકાશવા વધારે જાત બાળવી નથી. કવિ ચિરાગને દિલ અંતરથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને ફરી જલ્દી એક નવો ગઝલ સંગ્રહ લઈને આપણી વચ્ચે આવે અને ગઝલના ચાહકોને પોતાના હૃદયની વ્યથા, કથા, દર્દ અને સ્નેહની મિત્રોના ખભ્ભા ઉપર સફર કરાવે. હું તો એટલું જ કહીશ કે, હે ઈશ્વર સંબંધોની માયા રચીને અર્જુનનો સારથી બની ગયો, સુદામા-કૃષ્ણની મિત્રતા ખાતર પ્રેમનો તું આયનો બની ગયો, કુરુક્ષેત્રમાં અધર્મ સામે ધર્મના ઉત્થાન કાજે યુધ્ધ પણ લડી ગયો, જરુર પડી ત્યારે દ્રૌપદીના ભરી સભામાં ચીર પણ પુરી ગયો. ● અલ્પના મજમુંદાર ક્રિષ્ના કોમ્યુનિકેશન – અમદાવાદ. ● રાઈટર – ડાયરેક્ટર ● ડ્રામા / ગુજરાતી ફિલ્મ, સીરીયલ આર્ટીસ્ટ