सर्वार्थसंभावो देहो जनितः पोषित यतः I नतयोयॉति निर्वेशं पित्रो मर्त्य: शतायुषा II (શ્રીમદ ભાગવત ૧૦ / ૪૫ / ૫) કારતક મહિનાના વદ પક્ષની એકાદશીએ ભગવાન વિષ્ણુના એકાદશ ઇન્દ્રિયો થકી એક જોરદાર તેજ પ્રગટ થયો તે તેજ થકી દિવ્ય આયુધ ધારી અતિ તપસ્વિની એક દેવી પ્રકટ થયાં હતાં, જેમને એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. આ પુસ્તકમાં એકાદશીની શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક રીતે સંક્ષિપ્ત ચર્ચા કરી છે. આ પુસ્તકમાં સચિત્ર ૨૬ એકાદશીનું માહાત્મ્ય પુરાણોમાં જે વાર્તાઓ દ્વારા દર્શાવવામાં આવ્યું છે તે અને પુષ્ટિમાર્ગ તથા મર્યાદા માર્ગની રીતેનું માહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે, સાથે દરેક એકાદશીની એક આગવી આરતી છે. જયારે આપણે પુષ્ટિમાર્ગ તથા મર્યાદા માર્ગની રીતે એકાદશીનું માહાત્મ્ય દર્શાવ્યું છે ત્યારે પુષ્ટિમાર્ગ તથા મર્યાદા માર્ગનો ભેદ પણ ટૂંકમાં સમજાવ્યો છે. સામાન્ય રીતે ઉત્પત્તિ એકાદશીની વાર્તામાં જ આપણે એકાદશી માતાની વાર્તા જાણી લેતા હોયે છીએ પણ અહીં અલગ થી એકાદશી માતાની વાર્તા, અને આરતી પણ છે. આ પુસ્તકમાં એકાદશીનું વ્રત, એકાદશી ફળ પ્રાપ્તિ, એકાદશી ને દિવસે પ્રસાદ ગ્રહણ વિષે પણ માહિતી આપી છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે આહાર કરીને જો એકાદશી કરી હોય તો આહાર વિષેની સર્વ સામાન્ય સમજ તથા ભગવાન ને અર્પણ કરવા થાળ પણ અહીં આપ્યો છે. જનક ર. જલુંધવાલા