Gata Gunjata Vignan (Gujarati) by Ruchi Desai

મારા પ્રિય શિક્ષક મિત્રો પ્રાથમિક શિક્ષણ જીવનની જે અવસ્થામાં અપાય છે તે અવસ્થામાં નિર્દોષતા સાહજીકતા અને કિલ્લોલ વસે છે. જીવનભરનાં આટાપાટાથી દૂર પરીઓ, રાજકુમારોની વાર્તા, સૂર્ય, તારા,ઝરણાં, પાન વગેરે તેના દોસ્ત બને છે. આવું ખળખળ કરતું બાળપણ મારી પાસે વર્ગખંડમાં આવ્યું અને મારા વિષયનાં પાઠ્યક્રમનાં ભાર નીચે એ બાળપણ કચડાય ન જાય એ હેતુથી મેં વિજ્ઞાનને ગાતું અને ગુજતું કરવાનો નિશ્ચય કર્યો. મેં મારા કવિતા લખવાનાં શોખને બાળકો માટે વિજ્ઞાન ગીતો લખવા તરફ વાળ્યો.પરિણામે આપની સમક્ષ હું સ્વરચિત રચનાઓનું પૂંજ મૂકુ છું. જે આપણી બધી જ બાળકોને ગાતા ગુંજતા વિજ્ઞાનનું જ્ઞાન આપવામાં આપણને મદદરૂપ થશે એવી આશા સહ…