સ્વર્ગસ્થ પિતા શ્રી અનંતરાય બાલમુકુંદ તરફથી પ્રેરણા પ્રાપ્ત કરનાર હિમાંશી વીજેશ કુમાર પંડિતે બહુ નાની વયે સરસ્વતી સાધનાનો શુભારંભ કરેલો છે. “પુત્રનાં લક્ષણ પારણાંમાંથી” આ ઉક્તિને મહીસાગર જિલ્લાના વીરપુર ગામનાં રહેવાસી તેમણે ઇ. સ. ૨૦૨૧ થી લેખનકાર્યનો પ્રારંભ કરેલો છે. તેમના પિતા શ્રી ભજનો બનાવતા હતા એના પરથી પ્રેરણા મેળવીને બહુ જ ટુંક સમયમાં નિર્મોહી કાવ્ય સંગ્રહ પ્રકાશિત કરવા જઈ રહ્યા છે તે ખૂબ જ સરાહનીય છે. તેમનું પ્રથમ કાવ્ય જુઓ જુઓ રામજી હિન્દુસ્તાન કેવું છે “ખૂબ જ પ્રેરક રહ્યું”, ત્યાર બાદ અટક્યા વગર અનેક પ્રકારના કાવ્યો રચ્યા છે. લેખન કાર્ય માટે આટલું attachment હોવા છતાં પોતાનું ઉપનામ (તખલ્લુંસ) “નિર્મોહી” રાખીને ઉતરોઉતર પ્રગતિ સાધીને સાહિત્યક્ષેત્રે કલમ ચાલતી રહે એવી હાર્દિક શુભકામનાઓ . લિ (પંકજ જરીવાલા) M.A.bad સંસ્કૃત મનસુખ ભાઈ એચ મકવાણા શ્રી વલ્લભ વિદ્યાલય ઉપલેટા જી રાજકોટ.
