હંમેશા ઘણી વાર્તાઓ આપણને પ્રેરણા આપતી હોય છે. આ “વિશ્વ ખોજ” પુસ્તકમાં મેં નાની ૨૦ સુંદર વાર્તાઓનું વર્ણન કરેલ છે. આ પુસ્તક આપણા જીવનમાં આવતાં ઘણાં બધાં પરિવર્તન પર આધારીત છે. જે સમાજમાં બનતાં પ્રત્યક્ષ કે પરોક્ષ બનાવો પર આધારીત છે. દરેક વાર્તામાં આપણો એક ચહેરો સંતાયેલો હોય છે. જો આપણે પોતાને તે જગ્યા પર મૂકીને જોઈએ તો તે આપણને જરૂર દેખાઈ આવે છે. આથી તેમાંથી મળતાં સારા વિચાર, શીખ અને સમજણને ગ્રહણ કરીને તેનો આચરણ કરવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ. મને વિશ્વાસ છે કે આ નાની અદભૂત વાર્તાઓ મારા વાચક દોસ્તોને જરુર પ્રેરણા આપશે અને સમાજને ઉપયોગી બનશે. – મનોજ નાવડીયા