મારૂ નામ હરદિપ ભરતભાઈ ચાવડા છે. ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાનો હું વતની છુ, વ્યવસાયે હું આર્કીટેક્ટ છુ. નાનપણથી જ મને લખવાનો ખુબ શોખ હતો. નિશાળમાં પાનાઓ ભરીને નિબંધ લખતો, ધીમે ધીમે ટૂંકી વાર્તાઓ શરૂ થઈ અને પછી નવલકથા લખવાનો શોખ જાગ્યો.
જૂદી-જૂદી વાર્તાઓ વિચારવામાં મને ખુબ રોમાંચ થાય, એ રોમાંચ મને લાગે, કે મારે મારા જેવા બીજા પણ ઘણા લોકોને અનુભવ કરાવવો છે, માટે મને લખવાની પ્રેરણા મળે છે. મારે એ રોમાંચની સફર, બને તેટલા વધારે લોકો સુધી, વાર્તાના માધ્યમે પહોચાડવી છે.
આ નવલકથા લખવામાં મારે બે વર્ષ લાગી ગયા. શરૂઆતમાં સતત લખવાનો અનુભવ પણ નહોતો અને ધિરજ પણ. અંત સુધી પહોચતા એ બંનેમાં થોડો વધારો થયો હોય એવુ કહી શકાય. આ પુસ્તકે મને ઘણુ બધુ શિખવ્યુ છે અને જીવનની સફરમાં અમુક યાદગાર ક્ષણો ભેગી કરી આપી છે. આશા કરુ છુ, કે તમને પણ આ પુસ્તક રસપ્રદ લાગે.
************************
My name is Hardip Bharatbhai Chavda, an architect by profession from Palitana Taluka in Bhavnagar district. I have had a deep passion for writing since childhood, often filling pages with essays during school days. This passion gradually evolved into writing short stories and eventually inspired me to write a novel. I find immense excitement in imagining unique stories, and I feel compelled to share that thrill with others through my writing. It took me two years to complete this novel. In the beginning, I lacked both consistency and patience, but over time, I developed both. Writing this book has taught me many lessons and gifted me some unforgettable moments in my life’s journey. I sincerely hope that readers will find this novel engaging and enjoyable.