Description
વિરલ વ્યાસે ત્રણ દાયકા બારડોલીની જૂની અને જાણીતી બી. એ. બી. એસ. હાઇસ્કૂલમાં અંગ્રેજી ભાષાનું શિક્ષણ આપ્યું. પોતે શાળામાં ભણતા ત્યારથી અંગ્રેજી ભાષા સાથે પ્રેમ થઈ ગયેલો એટલે અંગ્રેજીમાં પત્રો લખી વિદેશના પત્રમિત્રો પણ બનાવ્યા. ‘ગુજરાતમિત્ર’ ના વાચકો એમને ચર્ચાપત્રી તરીકે ઓળખે છે. તેમણે નવસારીથી પ્રકાશિત ‘પ્રિય મિત્ર’માં પણ કૉલમ ચલાવી.2016 માં ‘સાહિત્ય સરવાણી’ વર્તુળ બારડોલીમાં શરૂ થયું ત્યારે તેમના ભાષારસ અને વાચનપ્રેમને કારણે જ તેમાં તેઓ હોંશભેર જોડાયા અને નિયમિતપણે આવવા માંડ્યા. એમને પોતાને પણ ખબર નહીં હોય કે અહીંથી તેમને એક નવી દિશા મળશે. સાહિત્ય સરવાણીની બેઠકો ચાલતી ત્યારે ત્રણ વર્ષ સુધી વિરલ વ્યાસ શ્રોતા તરીકે જ બેસતા પણ પછી એક તબક્કે તેમની કલમમાં સળવળાટ શરૂ થયો અને આપેલ તરહી પંક્તિ પરથી તેમણે લખવાનું શરૂ કર્યું. તેઓ છંદ શીખ્યા અને કવિ સપન પાઠકનાં માર્ગદર્શન હેઠળ તેમણે નિષ્ઠાપૂર્વક ગઝલની આરાધના સાતત્યપૂર્વક કરી. એક વર્ષ પહેલા સ્વાસ્થ્યની મુશ્કેલીને કારણે નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. આમ સર્જન માટે અનુકૂળતા થઈ અને શબ્દસંગનો લાભ સ્વાસ્થ્યને પણ થયો! વિરલ વ્યાસની રચનાઓ અખંડ આનંદ,પદ્ય,નવચેતન,સમન્વિત જેવા સામયિકોમાં પ્રકાશિત થઈ છે. ક્યારેક સાયાસ અને ક્યારેક અનાયાસ રચાયેલી તેમની ગઝલોમાં અનુભવનો નિચોડ છે. સામાન્યત: પરંપરાનું અનુસરણ આ ગઝલોમાં દેખાય છે પણ ક્યારેક નવી વાત પણ આવે છે જે ભાવકને રસતરબોળ કરી દે ! જુઓ .. આંખ આંસુઓનું ખેતર છે અને ગાલ પર દેખાય એના ચાસ છે

Reviews
There are no reviews yet