Description
કુંજલ દેસાઈ એક ઉભરતી લેખિકા છે, જેનું પેશન છે માનવ ભાવનાઓ અને પ્રેમને ઊંડાઈ થી માપી તેનાં અલગ અલગ ભાવો ને વાર્તાના માધ્યમ થી લોકો સમક્ષ પ્રસ્તુત કરવું. તેઓની પ્રથમ નવલકથા ‘પ્રણય ત્રિકોણ’ ની સફળતા બાદ તેમની બીજી નવલકથા પ્રકાશિત થઇ છે. લેખિકા જ્યારે શબ્દોની દુનિયા થી પરે હોય છે ત્યારે તે વિવિધ સ્થળો એ ફરી અલગ અલગ જગ્યા નો અનુભવ લેવાનું પસંદ કરે છે . જ્યાં તે સામાન્ય લોકોને, તેમની જીવનશૈલી ને, આદતો ને અને સમાજની ના જાણેલી વાસ્તવિકતા જોઈ તેના પરથી પ્રેરણા લે છે. તે હાલમાં સુરત, ગુજરાત માં રહે છે અને પોતાની કોર્પોરેટ જોબ માં કાર્યરત છે. આ નવલકથા ‘સાચો પ્રેમ…સત્ય કે મિથ્યા ?? ‘એ પ્રેમ, હ્રદય ભંગ, દુનિયાથી કઠણાઈ વચ્ચેથી પોતાની જાતને શોધવાની સફર, માતૃત્વ અને પ્રેમની વચ્ચે હિલોળા ખાતી એક સ્ત્રીની સફર દર્શાવે છે. આ વાર્તા અમદાવાદ અને લંડન ની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. આ નવલકથા માં વાર્તાના નાયક અને નાયિકા દ્વારા પારિવારિક લાગણી. પિતૃત્વની અનુભૂતિ, એકલતાની વ્યથાને રજૂ કરવામાં આવી છે. કેવી રીતે સુહાની પોતાના ભગ્ન હ્રદયને ફરી પ્રેમની સુવાસ માં મહેકવા નો મોકો આપે છે અને આદિત્ય કેવી રીતે તેને દુનિયાની ફિકર કર્યા વિના પોતાના પ્રેમના રસમાં ભીંજવી દે છે તે વાત આ નવલકથા માં પ્રસ્તુત કરી છે.
Krishnan papaiya –
Best story ever two diffrent personality #love #emotions # society boundaries.
A story of uncompromising love and believe which will bring joy and connection #love# and tears# forever love ❤️