Description
ભાવનાબહેન ગરવાં ગૃહિણી. તેમની બાળવારતાઓમાં હમણાંનો પ્રવર્તિત પ્રવાહ છે. જેનાં પાત્રો બાળકો સાથે સહજ રીતે એકાત્મતા કેળવે છે. વારતાઓના કથાવસ્તુ, સંવાદ, ભાષા પણ બાળવારતાને યોગ્ય છે. બાળસાહિત્યની સાચી સેવા બદલ તેમને અભિનંદન આપું છું અને તેમના સંગ્રહને આવકારું છું. – યશવંત મહેતા ભાવના વકીલના બહુ વખારી લેખિકા છે. લેખનમાં “ચાલશે” એવો શબ્દ સાંભળવા તેમણે ઘણો. સાહિત્યિક વ્યાયામ કર્યો છે. તેમની વારતા “શબ્દસૃષ્ટિ”માં સ્વીકારાઈ, તેમની કૃતિઓ પુરસ્કૃત પણ થઈ. એ જે કામ હાથ પર લે, તેને પાર પાડવાની તનતોડ શક્તિ તેઓ ખર્ચી શકે છે અને એ ગુણ જ ધારે, તો સર્જનમાં પરિણમશે. તેવી મારી પ્રતીતિ છે. – રવીન્દ્ર પારેખ સ્નેહી ભાવનાબહેન… આ અત્યંત ખુશાલીનો અવસર છે. આજે મૌલિક બાળનાટકો લખનારા છે જ ક્યાં…! આ સુદર સાહસ બદલ તમને મારા અંતઃકરણપૂર્વકના અભિનંદન. આપની સંસ્થા “સ્નેહાસવ આર્ટ” સદા ફૂલે-ફળે અને વિકસે- – યઝદી કરંજિયા

Reviews
There are no reviews yet