
Kalpesh Savan
‘સ્વ’ નો પરિચય તો શું આપવો કારણ કે મારા મતે તો ‘હું’ શબ્દ સ્વયં જ એક વણઉકલ્યું રહસ્ય છે! અને એના અર્થમાં ઊંડા ઊતરતા જે કાઈ મને જડ્યું તે આ પુસ્તકનું કેન્દ્રવર્તી પાત્ર – ઈસુ.
સત્ય, અસ્તિત્વ, ઊર્જા, ચેતના, કલ્પ અને પરિમાણોની તમામ વ્યાખ્યાઓ મારી જેમાં સમાઈ ગઈ તે ઈસુને ગૂઢમાં શોધતાં જ આ અકલ્પનીય કાર્ય થઈ ગયું અને જાણે ૨૦૦૦ વર્ષ પુરાણા લેખકોની કૃતિઓને ન્યાય મળ્યો!
‘હું’ થી અજાણ મારા વિષે કહું તો હું પૂર્ણરૂપથી અજ્ઞેયતાવાદ તથા અભૌતિકવાદની વિભાવના ધરાવનાર (Non-Materialistic) વ્યક્તિ. પેટલાદમાં જન્મ; પિતા પીટરભાઈ નિવૃત શિક્ષક, માતા માર્થાબેન નિવૃત નર્સ. કેમિકલ એન્જીનીયરીંગ (B.E), રૂરલ મેનેજમેન્ટ (MBA), હ્યુમન રાઈટ્સ (PGDHR) નો અભ્યાસ. GoodWeave India, Dr. Reddy’s Foundation જેવી ભારતની ખ્યાતનામ સંસ્થાઓ સાથે કામ કરવાના અનુભવે Social Audits, Conservation, Cottage Industry, Rural Tourism, Microfinance, Health & Nutrition, Child Labour જેવા ઘણા વિધ-વિધ પ્રોજેક્ટ્સ સાથે સંકળાઈ UNESCO તથા INTACH જેવી સંસ્થાઓ સાથે અનૌપચારિક રીતે કામ કરવાની પણ તક મળી. અભ્યાસ તથા પ્રોજેક્ટ ઇન્ટર્નશીપનો વ્યાપ સરદાર પટેલ યુનિવર્સીટી, KIIT યુનિવર્સીટી, IIHR Delhi તથા દિલ્હી યુનિવર્સીટી સુધી રહ્યો. ગાંધી વિચારધારાથી પ્રભાવિત અને ઈલાબેન ભટ્ટથી પ્રેરિત હોઈ ૨૦૧૭ માં મહિલા દિને Women Empowerment ના મુદ્દાઓ ઉપર કામ કરવા ગ્રામીણ મહિલાઓને સમર્પિત સંસ્થા Action for Community Empowerment & Advocacy for Social Justice (ACAAS) નો પ્રારંભ કર્યો. યુવાનો પરિવાર, દેશનું ભવિષ્ય નક્કી કરે છે આથી યુવાનો મધ્યે કામ કરવા Young Citizens’ Group ની અન્ય મિત્રો સાથે રચના કરી કોલેજોમાં Freelance કોર્સ, સેમિનાર શરૂ કર્યા.
લખવું મારી મનગમતી પ્રવૃત્તિ; ઘણા લેખો અંગ્રેજીમાં પણ લખેલા-છપાએલા, પુસ્તક લેખનનો આ પ્રથમ અનુભવ અને આ કામને આગળ ધપાવવાનો નિર્ધાર. સંસ્કૃત અને ગુજરાતી સાહિત્ય પ્રિય છતાં સાહિત્યમાં તો અરુંધતિ રોય જ પ્રેરણા સ્ત્રોત! વાચન સારું આખુ પુસ્તકાલય ઘરમાં ખડક્યું છતાં મારા પિતા સમાન અઠંગ વાચક નહિ! ફરવાનો શોખ અને પ્રકૃતિના ખોળે આળોટવું ગમે. ચકલી, ખિસકોલી અને પતંગિયું આમને તો બસ જોયા જ કરું…! રાત્રિનું કાળું ડિબાંગ આકાશ અતિશય પ્રિય જેને નિહાળતા જાણે ‘સ્વ’ નુ અસ્તિત્વ ભૂલી જાઉં અને એટલે જ એસ્ટ્રોફિઝીક્સ, પ્લેનેટરી સાયન્સના વિષયો બહુ પ્રિય. ધર્મમાં આસ્થા એટલે જો મર્યા પછીની કોઈ ઈચ્છાપૂર્તિ હોય તો બીજું કાઈ નહિ પણ વિવિધ ગ્રહોની મુલાકાતે જવાનું ગોઠવાવું! બાકી આ જગતમાં તો માત્ર અસ્તિત્વનો ઉદ્યેશ પામવો છે, દુનિયા જોવી છે, કાઈક ‘વિશેષ’ કરવું છે અને એથી જ દુનિયાદારીના નિયમોને મારા મન-મસ્તિસ્ક-વિચારોને બાનમાં લેવા દીધા નથી…!
આપનો…….કલ્પેશ સાવન
ઈ-મેઈલ – [email protected]
ફોન/વ્હોટસએપ -+91 88494 66918
*************************
How can one truly define the ‘self’, when the very word ‘I’ is a mysterious enigma in itself? As I delved into its meaning, I found myself drawn to the central figure of this book – Jesus. Exploring Him through dimensions of truth, existence, energy, and consciousness unexpectedly led to a profound journey, almost like doing justice to writings over 2000 years old.
I identify as a non-materialistic thinker, born in Petlad to a retired teacher and nurse. With degrees in Chemical Engineering, Rural Management, and Human Rights, I’ve worked with renowned Indian organizations and collaborated with UNESCO and INTACH on diverse social projects. Deeply influenced by Gandhian thought and Ila Ben Bhatt, I founded ACAAS in 2017 to empower rural women. Passionate about youth development, I co-initiated Young Citizens’ Group. An avid writer and nature lover, I aspire not just to live but to *mean* something – to do something meaningful.
– *Kalpesh Savan*
-
Ankahe Susamachar (Hindi) by Kalpesh Savan
0₹325.00Original price was: ₹325.00.₹311.00Current price is: ₹311.00. -
Vankatheli Suvartao (Gujarati) By Kalpesh Savan
0₹250.00Original price was: ₹250.00.₹220.00Current price is: ₹220.00.