Skip to content

+91 87800 80718

Let's Connect

10:00AM-6:00PM

Monday to Friday

Pal Lake

Surat (Gujarat), Bhārata

Vankatheli Suvartao (Gujarati) By Kalpesh Savan

Original price was: ₹250.00.Current price is: ₹220.00.

  • Publisher ‏ : ‎ Nexus Stories Publication (4 August 2022)
  • Paperback ‏ : ‎ 188 pages
  • ISBN-10 ‏ : ‎ 9394059024
  • ISBN-13 ‏ : ‎ 978-9394059023
  • Country of Origin ‏ : ‎ India

Also Available On

Amazon  Flipkart

15 in stock

Description

‘સ્વ’ નો પરિચય તો શું આપવો કારણ કે મારા મતે તો ‘હું’ શબ્દ સ્વયં જ એક વણઉકલ્યું રહસ્ય છે! અને એના અર્થમાં ઊંડા ઊતરતા જે કાઈ મને જડ્યું તે આ પુસ્તકનું કેન્દ્રવર્તી પાત્ર – ઈસુ. સત્ય, અસ્તિત્વ, ઊર્જા, ચેતના, કલ્પ અને પરિમાણોની તમામ વ્યાખ્યાઓ મારી જેમાં સમાઈ ગઈ તે ઈસુને ગૂઢમાં શોધતાં જ આ અકલ્પનીય કાર્ય થઈ ગયું અને જાણે ૨૦૦૦ વર્ષ પુરાણા લેખકોની કૃતિઓને ન્યાય મળ્યો! લખવું મારી મનગમતી પ્રવૃત્તિ; ઘણા લેખો અંગ્રેજીમાં પણ લખેલા-છપાએલા, પુસ્તક લેખનનો આ પ્રથમ અનુભવ અને આ કામને આગળ ધપાવવાનો નિર્ધાર. સંસ્કૃત અને ગુજરાતી સાહિત્ય પ્રિય છતાં સાહિત્યમાં તો અરુંધતિ રોય જ પ્રેરણા સ્ત્રોત! વાંચન સારું આખુ પુસ્તકાલય ઘરમાં ખડક્યું છતાં મારા પિતા સમાન અઠંગ વાચક નહિ! ફરવાનો શોખ અને પ્રકૃતિના ખોળે આળોટવું ગમે. ચકલી, ખિસકોલી અને પતંગિયું આમને તો બસ નીરખ્યાં જ કરું…! રાત્રિનું કાળું ડિબાંગ આકાશ અતિશય પ્રિય જેને નિહાળતા જાણે ‘સ્વ’ નુ અસ્તિત્વ ભૂલી જાઉં અને એટલે જ એસ્ટ્રોફિઝીક્સ, પ્લેનેટરી સાયન્સના વિષયો બહુ પ્રિય. ધર્મમાં આસ્થા એટલે જો મર્યા પછીની કોઈ ઈચ્છાપૂર્તિ હોય તો બીજું કાંઈ નહિ પણ વિવિધ ગ્રહોની મુલાકાતે જવાનું ગોઠવાવું! બાકી આ જગતમાં તો માત્ર અસ્તિત્વનો ઉદેશ્ય પામવો છે, દુનિયા જોવી છે, કાંઈક ‘વિશેષ’ કરવું છે અને એથી જ દુનિયાદારીના નિયમોને મારા મન-મસ્તિસ્ક-વિચારોને બાનમાં લેવા દીધા નથી…!

આપનો…….કલ્પેશ સાવન

Additional information

Weight .300 kg
Dimensions 8.5 × 5.5 × 0.9 in

Reviews

There are no reviews yet.

Be the first to review “Vankatheli Suvartao (Gujarati) By Kalpesh Savan”

Your email address will not be published. Required fields are marked *

Top Rated Book's

Latest Book's