Availability: In Stock

Ek Pandadu Lilash (Gujarati) By Dina Vachharajani

SKU: 9789347491320

Original price was: ₹360.00.Current price is: ₹350.00.

  • Publisher ‏ : ‎ Nexus Stories Publication®
  • Publication date ‏ : ‎ 4 April 2026
  • Language ‏ : ‎ English
  • Print length ‏ : ‎ 179 pages
  • ISBN-13 ‏ : ‎ 978-9347491320
  • Item Weight ‏ : ‎ 220 g
  • Dimensions ‏ : ‎ 21.59 x 13.97 x 0.99 cm
  • Country of Origin ‏ : ‎ India

In stock

Frequently Bought Together

Description

An inspirational story કોઈના જીવનની સત્યઘટનામાંથી સાંપડેલ કથાબીજમાંથી પ્રેરણા લઈ, પ્રેમ, પ્રકૃતિ અને પેરાગ્લાઈડિંગ જેવી સાહસિક રમતની આસપાસ લખાયેલી આ નવલકથાનો વિષય ગુજરાતી ભાષામાં ઘણો જ ઓછો ખેડાયેલો છે. ત્રણ દાયકા જેટલા સમયખંડમાં પથરાયેલી અને મુંબઈ જેવા શહેરથી હિમાલયના પહાડી ગામ બીર બિલિંગ તરફની સફર વાચક માટે અનુભૂતિનું અને સમજનું એક નવું જ વિશ્વ ખોલે છે….’સુખ તો ત્રાજવાનાં પલ્લાં જેવું હોય છે. ઉપર-નીચે થયાં કરે, પણ હા, હું ખૂબ જ સંતુષ્ટ છું! મન જ્યારે સંતુષ્ટ હોય ત્યારે આનંદ એક પડછાયાની જેમ સતત આપણો સાથ આપે છે. મનુષ્ય માત્રની મૂળભૂત ઝંખના આ આનંદ, આ શાંતિ પામવાની જ નથી હોતી?’ આ નવલકથાના જ એક પાત્ર જાહ્નવી દ્વારા બોલાયેલ શબ્દોમાં આ કથાનો પડઘો પડે છે. એક પાંદડું લીલાશ એટલે… પોતાના લાઈફ પર્પઝને સમજી, સમાજે સ્થાપેલ ઢાંચામાં રગશિયા ગાડા જેવા જીવનની બહાર નીકળી જીવવાનો ચીલો ચાતરતી આજની યુવાપેઢીના પ્રતિનિધિ એવાં અલય-અન્વીની વાત. ભરપૂર સુખ જીવનમાં આળોટતું હોય, જીવનમાં કોઈ જ અધૂરપ ન સાલતી હોય એવા સમયે બેમાંથી એક સાથીની વિદાય, બાકી રહેલી વ્યક્તિના સમગ્ર અસ્તિત્વમાં જે ખાલીપો સર્જે તેની અને ત્યાર પછીના જીવનનાં લય અને ગતિને પામવાની મથામણની કથા. વ્યક્તિનાં પોતાનાં જ મન અને માન્યતા સાથેનું દ્વંદ્વ. આ કથા માત્ર અલય-અન્વીની જ નથી એમાં બીજી પ્રેમનો, સેવાનો અને જીવનનો મર્મ સમજાવતી, સમાંતર કથાઓ વણાયેલી છે જે કથનને રસપ્રદ બનાવે છે. હિમાચલી ગામનું જીવન, પ્રથા અને પ્રશ્નોથી આપણો વાચક લગભગ અજાણ જ છે. એ વિષે જાણવું એ પણ સાવ હળવી, સામાજિક વાર્તાની શૈલીમાં! ખૂબ રસપ્રદ અને અનોખું. અજંપાથી સંતુષ્ટી તરફની આ કથા અંતમાં વાચકમાં પણ જીવન જીવવાની અને પોતાની રાહ પોતે કંડારવાની મનોસૃષ્ટિનું નિર્માણ કરે છે. મૃત્યુ પર જીવનની સરસાઈ સમજવાની આંતરદૃષ્ટિ આપે છે. જો તમે કંઈક અલગ કરવાની, કંઈક અલગ રીતે જીવવાની ઇચ્છા રાખો છો તો આ પુસ્તક તમારે માટે જ છે!

Additional information

Weight 0.1 kg
Dimensions 8.5 × 5.5 × 0.8 in

Reviews

There are no reviews yet

Be the first to review “Ek Pandadu Lilash (Gujarati) By Dina Vachharajani”

Your email address will not be published. Required fields are marked *