Description
નીર વાર્તા નો મુખ્ય હેતુ લોકો ને પ્રેમ કથા દ્વારા પ્રકૃતિ અને ભૂલાય ગયેલી સનાતન સંસ્કૃતિ ને બેઠી કરવાનો છે. આજ ના સમય માં ધર્મ તેની મૂળ વ્યાખ્યા બદલી ચૂક્યો છે. પૂજા – પાઠ, કર્મ – કાંડ વિધિઓ અને દોરા – ધાગા ધર્મ ને રજૂ કરી રહ્યા છે જ્યારે વેદો – પુરાણો માં તેની વ્યાખ્યા કઈક અલગ જ થઈ રહી છે . આધુનિકતા પાછળ દોડતા લોકો તેમની માનવતા ભૂલી ગયા છે. માણસ માં રહેલું સત્ય આજે પૈસા,શરીર નું રૂપ અને ભૌતિકતા નીચે દબાઈ ગયેલી છે . “જંગલ ની રાણી” એ પ્રતીક છે પ્રેમ નું. એક એવો પ્રેમ જે પ્રકૃતિ માટે, એક સાચી લાગણી માટે સતત વહેતો રહે છે. એક એવો પ્રેમ કે જેના પર સમય , મુશ્કેલી કે ઉંમર ની કોઈ અસર થતી નથી . પ્રેમ હંમેશા અક્ષય હોય છે, પ્રેમ ના સમય ની કોઈ સીમા હોતી નથી. પ્રેમ બંધન માં બાંધતો નથી, પેમ મુક્ત પંખી બનીને ઉડવા દે ખુદ ને. અંતે જેણે મને સાચવ્યો, રાખ્યો,સમજ્યો અને જેના માટે હું જીવું છું એ મોક્ષદાયની મા નર્મદા જી ને પ્રણામ.. | त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे | વિરેન્દ્રસિંહ મોરી “તિતિક્ષુ”
Reviews
There are no reviews yet.