Skip to content

+91 87800 80718

Let's Connect

10:00AM-6:00PM

Monday to Friday

Pal Lake

Surat (Gujarat), Bhārata

Vishv Khoj (Gujarati) By Manoj Navadiya

150.00

 • Publisher ‏ : ‎ Nexus Stories Publication (9 September 2021)
 • Language ‏ : ‎ Gujarati
 • ISBN-10 ‏ : ‎ 8195108725
 • ISBN-13 ‏ : ‎ 978-8195108725

Also Available On

Amazon  Flipkart

6 in stock

Description

હંમેશા ઘણી વાર્તાઓ આપણને પ્રેરણા આપતી હોય છે. આ “વિશ્વ ખોજ” પુસ્તકમાં મેં નાની ૨૦ સુંદર વાર્તાઓનું વર્ણન કરેલ છે. આ પુસ્તક આપણા જીવનમાં આવતાં ઘણાં બધાં પરિવર્તન પર આધારીત છે. જે સમાજમાં બનતાં પ્રત્યક્ષ કે પરોક્ષ બનાવો પર આધારીત છે. દરેક વાર્તામાં આપણો એક ચહેરો સંતાયેલો હોય છે. જો આપણે પોતાને તે જગ્યા પર મૂકીને જોઈએ તો તે આપણને જરૂર દેખાઈ આવે છે. આથી તેમાંથી મળતાં સારા વિચાર, શીખ અને સમજણને ગ્રહણ કરીને તેનો આચરણ કરવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ. મને વિશ્વાસ છે કે આ નાની અદભૂત વાર્તાઓ મારા વાચક દોસ્તોને જરુર પ્રેરણા આપશે અને સમાજને ઉપયોગી બનશે. – મનોજ નાવડીયા

Additional information

Dimensions 8.5 × 5.5 × 0.8 in

16 reviews for Vishv Khoj (Gujarati) By Manoj Navadiya

 1. Amit Mistry

  Superb thoughts.

 2. Navneet

  Very Nice

 3. Vijesh

  Great, that’s motivated for all.

 4. મિતેશ મકવાણા – Books Buddy

  જીવન એક કહાની છે. અને આ કહાનીઓના સંગ્રહ તમારું જીવન બદલી શકે છે. આ પુસ્તકના લેખક ને ખૂબ ખૂબ ધન્યવાદ.

 5. Kalpesh Dhokiya

  Wonderful

 6. Ujeniya Rutvika

  🙏🏻khub khub aabhinandan

 7. Sunil Yadav

  Very Nice Book everyone should read the book once.

 8. E.Sugan

  Congratulation..keep going…

 9. Hiren patel

  Maja Maja aavi gai
  badha ae jivan ma ek var to aavi rite vichr vu joi ae

 10. Nilesh solanki

  superb thoughts and great book
  congratulations Manoj bhai.

 11. Dharmik Patel

  Nice book and books are on short stories which was inspire to us. Really nice.

 12. અસ્વિન પરમાર

  મારા મિત્ર મનોજભાઈ નાવાડિયા ને તેમની પુસ્તક “વિશ્વ ખોજ” ની સફળતા માટે ખુબ ખુબ અભિનંદન
  ખુબજ સરસ પ્રેરણા દાયક પુસ્તક છે.આમને આપ નવા નવા વિચાર પુસ્તક દ્વારા લોકો સુધી પહોંચાડતા રહો એવી અમારો હૃદય પૂર્વક ઈચ્છા છે.

 13. Varsha patel

  Nyc 👍👌

 14. Jigna pandya

  Superb touching very nice

 15. Sarita A Bhikadiya

  Wonderful Vishv khoj books.. All stories are inspiring to all.. Amazing Suvichar, Poem and stories.

 16. Vanchan Vihar Dayapar

  📚 બુક :- વિશ્વ ખોજ ‘ એક જીવન શિક્ષક’
  ✍️ લેખક:- મનોજ નાવડીયા
  📖પૃષ્ઠ :- ૯૮
  ✓લેખક વિશે : મનોજ નાવડીયા જે વ્યવસાયે એક ખાનગી કંપનીમાં ઇજનેર છે.કહેવાય છે ને કે , કોઈ પણ કાર્યમાં સફળ થવા માટે એક વારમાં એક જ પગલું ચાલવું તો બસ! સાહિત્ય જગતમાં “વિશ્વખોજ” નામનાં પુસ્તક દ્વારા લેખકશ્રી નું પણ આ પ્રથમ પગલું છે..આ પુસ્તક માં કલ્પનાઓથી શરૂ થઇ ને વાસ્તવિક બોધ પર અંત પામતી ૨૦ લઘુવર્તાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાંના કેટલાક બોધ પાઠનું વર્ણન કઈક આ મુજબ છે.
  ✓પરિવર્તન:પોતાનું નિરીક્ષણ અને અન્યનું પ્રોત્સાહન જીવન માં શિક્ષક બનીને આપણામાં સફળતા માટેના પરિવર્તનો સર્જે છે, પરંતુ અહી એક શરત લાગુ પડે છે : જાત મહેનત.
  ✓અદ્ભુત મન:આપણે જેવું વિચારીએ છીએ તેવું જ આપણું આચરણ થતું હોય છે.માટે હંમેશા મનને સારું અને સકારાત્મક વિચારવાની ટેવ પાડવી જોઇએ.
  ✓સામર્થ્યવાન માં : એક સ્ત્રીનો જન્મ એટલે થયો છે કે જે એક પુરુષ નથી કરી શકતો તે બધું કરી જાણે છે. આથી તેની સામે નમ્રતા અને સમાધાન જ સાચો ઉપાય છે.
  ✓તકની શોધમાં:મનુષ્યને મહેનતથી ક્યારેય થાકવું ન જોઇએ કારણ સાંપડેલી તકનો દરવાજો મહેનતથી જ ખૂલે છે.
  ✓કોકરોચની ફરિયાદ:Google ના CEO શ્રી સુંદર પિચાઇ સાથે બનેલી એક ઘટના:”Cockroach theory on self development” માં ઉલ્લેખે છે કે “સાચી સમસ્યા કરતાં વધુ તે સમસ્યા પ્રત્યેનું મારું વર્તન છે જે ખરેખર મને પરેશાન કરે છે.”કહેવાય છે ને કે, Life is 10% what happens to you and 90% how react to it..
  ✓જીવનમાં ગોઠવણ:સમજદાર મનુષ્ય ભૂતકાળના અનુભવો માંથી પ્રેરણા લઈને વર્તમાનમાં શ્રેષ્ઠ ગોઠવણી સર્જે છે જે ભવિષ્યમાં શ્રેષ્ઠ પરિણામો આપે છે.
  ✓ખોટી જીદ:મનુષ્ય જીદને ત્યારે જ છોડી શકે છે જ્યારે તે સાચા જ્ઞાન દ્વારા મોહનો ત્યાગ કરી દે.
  ✓કર્મનું ફળ:જે મનુષ્ય કર્મચક્ર ને ઓળખી જાય છે, તે હંમેશા સુખ અને મોક્ષને પામે છે.
  ✓સીધો રસ્તો: ઘણી વખત રસ્તો સીધો હોવા છતાં મનુષ્ય મન અવળા રસ્તે ચાલે છે. આમ, સાચી સલાહ અને માર્ગદર્શન જ જીવનને મુશીબતો માંથી તારે છે.
  ✓ઈમાનદારીની છબી:આપણે દરેક બીજા માણસમાં ઈમાનદારી શોધતા હોઇએ છે પરંતુ ક્યારેય પોતાની ઈમાનદારીનું સ્વમંથન કરવાની ગડમથલ જ કર્તા નથી આમ, લેખકે અહી સુંદર રીતે ઉલ્લેખ્યું છે કે “મનુષ્ય જન્મથી ઈમાનદાર નથી હોતો પરંતુ સમય સાથે ઈમાનદારી કેળવવી પડે છે.” આ પુસ્તકમાં લેખકે આવા જ રોજિંદા જીવનમાં કામ લાગે તેવા અન્ય બોધપાઠ શીખવતી લઘુવર્તાઓ સરળ ઉદાહરણ દ્વારા વાચકો સમક્ષ રજુ કરી છે. આથી મને લાગે છે કે પુસ્તકનું નામ “વિશ્વખોજ : એક જીવન શિક્ષક ” અહી સાર્થક ઠરે છે..
  આભાર સહ,
  તમન્ના ડી.ઠક્કર(વાંચનવિહાર દયાપર)

Add a review

Your email address will not be published. Required fields are marked *

Top Rated Book's

Latest Book's