Description
કવિતા ફક્ત લખવા માટે નથી લખાતી પરંતુ મનના ભાવ વ્યક્ત કરવા માટે કાવ્ય કે ગઝલ ઉત્કૃષ્ટ માધ્યમ થઈ શકે છે. સામાન્ય માણસને લય અને પ્રાસમાં લખેલી રચના વાંચવામાં , બોલવામાં અને સમજવામાં મજા આવતી હોય છે એવું મારુંઅવલોકન છે.છંદસ હોય કે અછાંદસ પણ રચના જો લયબધ્ધ અને શબ્દાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ અલંકારથી સુસજ્જહોય તો કોઈપણને રસ પડે.દિવસ દરમિયાન થતાં અવલોકન અને અનુભવના આધારે મનમાં જે વિચારો અને ભાવો પ્રગટથાય એને કાવ્ય કે ગઝલ સ્વરુપમાં ઢાળવાના પ્રમાણિક પ્રયત્ન કરીને રચનાઓ રજૂ કરેલ છે.છંદદોષ કે વ્યાકરણદોષકરતાં સંદેશ અને વિચારોની અભિવ્યક્તિની સ્વતંત્રતાને વધુ પ્રાધાન્ય આપેલ છે.આશા છે આપ સહુને ગમશે. – ‘સ્તબ્ધ’ કૌશલ શેઠ
Bhavesh madhani –
ખૂબ જ સુંદર રચના અને લેખન સંગ્રહ.
ગુસ્સો પણ સૌમ્ય અને શાલીનતા થી વ્યક્ત કર્યો છે.
Anonymous –
Good