Meet Joshi

Meet Joshi

શ્રી મીત જોશી વ્યવસાયે કંપની સેક્રેટરી છે. તેમની પાસે કંપની સેક્રેટરી અને કમ્પ્લાયન્સ ઓફિસર તરીકે કામ કરવાનો ૧૦ વર્ષથી વધુનો અનુભવ છે. સ્વાભાવિક છે કે એમના વ્યવસાયની દ્રષ્ટિએ એમનું ભણતર કોમર્સનું છે, પણ સાહિત્ય ક્ષેત્રે એમને પહેલાથી સારો એવો રસ રહ્યો છે. તેઓ વાંચન અને લેખનમાં ખૂબ સારો રસ ધરાવે છે. શાળા સમયથી એ વિવિધ નિબંધ સ્પર્ધાઓમાં ભાગ લેતા રહ્યા છે. તેમના લેખો વિવિધ સામયિકો/પુસ્તકોમાં પ્રકાશિત થયા છે. તે સક્રિયપણે તેના બ્લોગ્સ પણ લખી રહ્યા છે જેમાં પૌરાણિક કથાઓને લગતા અને સ્વ-સહાય લેખો, ટૂંકી વાર્તાઓ, વન લાઇનર્સ, કવિતાઓ વગેરે લખે છે.
શૈક્ષણિક લાયકાતમાં તે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા, નવી દિલ્હી દ્વારા પ્રમાણિત કંપની સેક્રેટરીની ડિગ્રી ધરાવે છે. તેમણે વાણિજ્યમાં અને કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. ભણતર ક્ષેત્રે તેમની મુખ્ય સિદ્ધિઓ એ છે કે, તેમણે ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયાની તમામ પરીક્ષાઓ પ્રથમ પ્રયાસમાં પાસ કરી છે અને ગુજરાત યુનિવર્સિટીમાં LL.B ના બીજા વર્ષમાં ૧૪મો ક્રમ મેળવ્યો છે.
જીવનમાં તેમનો મુખ્ય ઉદ્દેશ કાર્યમાં સંપૂર્ણતા સાથે કુશળતા વિકસાવવાનો છે અને તે હેતુસર તે વિવિધ સેમિનાર, પ્રતિષ્ઠિત સંસ્થાઓના પરિષદો વગેરે પ્રવૃત્તિઓમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. મજબૂત નિશ્ચય, ઇચ્છા, આંતર-વ્યક્તિગત શિક્ષણ અને ટીમ કુશળતા, નવી ટેકનોલોજીને ગ્રહણ કરવાની ક્ષમતા તેમની એવી ખાસિયતો છે જે એમને એમના તમામ કર્યોને શ્રેષ્ઠ પ્રયાસો સાથે પૂર્ણ કરવાની શક્તિ આપે છે. તેઓ કમ્પ્યુટર ઓપરેટિંગ, માઈક્રોસોફ્ટ ઓફિસ અને અન્ય એપ્લિકેશન્સ તેમજ ઇન્ટરનેટ/ઇમેઇલ/વેબ સર્ફિંગમાં પણ સારી જાણકારી ધરાવે છે, જે એમને આજના ટેક-સેવી યુગમાં સરળ અને ઝડપી કામ કરવામાં મદદ કરે છે.
નિયમિત પ્રવૃતિઓ ઉપરાંત તેઓને નવા નવા સ્થળે ફરવાનો અને ગાવાનો બહોળો શોખ છે. તેમનું મૂળ વતન માધાપર-ભુજ (કચ્છ) છે અને હાલ તેઓ અમદાવાદ ખાતે નિવાસ કરે છે.

****************************************

Mr. Meet Joshi is a qualified Company Secretary with over 10 years of experience in corporate compliance and secretarial practice. With an academic background in commerce and law, he holds the prestigious Company Secretary degree from the Institute of Company Secretaries of India (ICSI), New Delhi. He cleared all ICSI exams in his first attempt and ranked 14th in the second year of his LL.B. at Gujarat University.

Beyond his profession, Meet has a deep passion for literature. Since school, he has actively participated in essay competitions, and his writings have been published in various magazines and books. He maintains a vibrant blog where he shares mythological stories, self-help articles, short stories, poems, and witty one-liners.

Meet is enthusiastic about continuous learning and regularly attends seminars and conferences. His strengths include determination, interpersonal skills, technological adaptability, and a flair for teamwork. He also enjoys traveling and singing. Originally from Madhapar-Bhuj (Kutch), he currently resides in Ahmedabad.

Books By Meet Joshi