Description
‘પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ’ આ નામ કૃષ્ણના ગુણોને ચરિતાર્થ કરે છે. આ પુસ્તકમાં લેખકે કૃષ્ણના પૂર્ણ સ્વરૂપનું વર્ણન, વિસ્તૃત જીવન કથન, કૃષ્ણના જીવનની સંપૂર્ણ માહિતી, કૃષ્ણના જીવનની વિવિધ ભૂમિકાઓ, તેનું યોગદાન દૃષ્ટાંત સાથે સમજાવ્યું છે. જે રીતે શ્રીમદ્ ભગવદ્દગીતામાં જીવનના દરેક પ્રશ્નનો ઉકેલ કૃષ્ણના મુખે કહેલ છે તે જ રીતે આ પુસ્તકમાં જીવનના ઉતાર ચડાવ, જીવનની સમસ્યાઓ, આધી વ્યાધિ અને ઉપાધિનો ઉકેલ કૃષ્ણ જીવનના પ્રસંગો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મળે છે. એક શિક્ષકને તો આ પુસ્તક ખૂબ જ ઉપયોગી સાબિત થાય. દરેક શિક્ષકે તો આ પુસ્તક ખાસ વાંચવું જોઈએ. કારણકે વિદ્યાર્થીના વિદ્યાર્થી કાળ દરમિયાન બનતી ઘટનાઓમાં નિષ્ઠા, કર્તવ્યનિષ્ઠતા, સ્થિતપ્રજ્ઞતા, પ્રેમ, સ્વતંત્રતા, આનંદ, ભય, શોક જેવી લાગણીઓમાં બાળકે અને ગુરુએ કેમ વર્તવું એનો મર્મ લેખકે સમજાવેલ છે.
Reviews
There are no reviews yet.