Description
કોઈ પણ કાલ ખંડમાં મનુષ્યને અભિવ્યક્તિ વિના ક્યારેય ચાલ્યું નથી. મનુષ્યમાં ‘સ્વ’ ને અભિવ્યક્ત કરવાની ઝંખના સહજ અને સ્વાભાવિક હોય છે અને આ ‘સ્વ’ ને અભિવ્યક્ત કરવાની ઝંખના માણસને નૂતન સર્જનો તરફ દોરી જાય છે. ‘સ્વ’ ને અભિવ્યક્ત કરવાનું સુલભ સાધન એટલે શબ્દ અને આ શબ્દો જયારે કાગળ પર અવતરિત થઈને, પુસ્તકનું રૂપ ધારણ કરે છે ત્યારે એ શબ્દોમાં વ્યક્ત થયેલી સંવેદના પોતીકી ન રહેતા સમગ્ર માનવજાતની અભિવ્યક્તિ બની જાય છે પ્રસ્તુત સંગ્રહમાં વ્યક્ત થયેલી સંવેદના આમ તો મારી વ્યક્તિગત સંવેદના છે પણ મારી આ રચનાઓમાં વાચકને પોતાની સંવેદનાની અભિવ્યક્તિનો અહેસાસ થાય તો મારો આ પ્રયાસ સાર્થક થયો ગણાશે નામ, સરનામું અને ઘરબાર છે, પણ હું નથી શ્વાસનો અવિતર ધબકાર છે, પણ હું નથી સામે હું રોજ મળું છું મને દર્પણના રસ્તે, લાગે છે મારાં જેવો આકાર છે, પણ હું નથી. વ્રજ પટેલ ‘નિર્ઝર’ ( વ્રજલાલ ભુત )

Reviews
There are no reviews yet