Description
માનવ જીવન ઘટનાઓનો મહાકુંભ છે. એ નિત નવા અનુભવોનો અદ્દભુત ખજાનો ત્યારે બને જ્યારે સમય-સંજોગો બદલાતા સ્થિતિ-પરિસ્થિતિ પણ પરિવર્તન પામતી રહે. જેને આપણે અણધાર્યા બનાવો તરીકે ઓળખીએ છીએ એ હકીકતે પૂર્વનિયોજિત હોય છે. તેની જાણ માત્ર આપણને વર્તમાનમાં જ થતી હોય. એટલે તો દરેકનું જીવનભાથું ભિન્ન ભિન્ન બની જાય છે. બસ, આવી કેટલીક સામાજિક બિનાઓને વિવિધ કથાનકના વાઘા પહેરાવી વાર્તાઘાટ આપવાનો યત્ન કર્યો છે, જેના કેન્દ્રમાં મોટેભાગે નારી રહી છે. કેમકે, માણસજાતના ઉદ્દભવ-વિકાસ અને નવસર્જનમાં એ પ્રમુખ પરિબળ ગણાયું છે. આવા સ્ત્રી પાત્રોનો એના સૂક્ષ્મ મનોસંચલનો તથા તીવ્ર ઉરસંવેદનોને સ્પષ્ટ કરવાની મથામણ દ્વારા પરિચય આપવાની કોશિશ કરી છે. મારી કલમે ખેડેલી લેખન યાત્રા આપ સૌ વાચકો-ભાવકોને પણ સંતોષ આપનારી નીવડે એવી અભિલાષા….. મારા હૈયાના હોજમાં હિંમત સીંચનારા સૌ પરિજનો, મિત્રો, સહાયકો, શુભેચ્છકોની ઋણી છું. આ સંગ્રહ માટે આવશ્યક ‘વર્ડ ફાઈલ’ તૈયાર કરનાર શ્રી વિજય ચૌહાણની આભારી છું. જેમણે પ્રકાશન માટે સર્વ રીતે કલા-કસબ દાખવી વાર્તા સંપુટની રૂપસજ્જા કરવાની સઘળી જવાબદારી ઉઠાવી મારો ભાર હળવો કરનાર શ્રી કિરણભાઈ મહેતાનો સવિશેષ આનંદસહ આભાર…. આઠમી માર્ચ, વિશ્વ મહિલા દિવસ. -ડૉ. શીલા વ્યાસ
Reviews
There are no reviews yet.