Description
ડૉ. વિનીત આર. સિંઘાનિયા સરકારી પ્રાથમિક શાળામાં ‘શિક્ષક’ છે. વર્તમાન સમયે શિક્ષણમાં જોવા મળતી સમસ્યાઓથી સતત ચિંતિત છે. બાળકોના શિક્ષણના અધિકારમાં અવરોધરૂપ પરિબળોથી અવગત થઇને આ સંશોધન કાર્ય પૂર્ણ કરી ફલશ્રુતિરૂપે આ પુસ્તકનું આલેખન કર્યુ છે. તેઓએ અર્થશાસ્ત્ર, શિક્ષણ તેમજ દૂરવર્તી શિક્ષણમાં અનુસ્નાતક છે તેમજ પીએચ.ડીની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની (GSET 2021-22) પરીક્ષામાં પણ ક્વોલિફાઇડ છે. જેઓ હાલ અમદાવાદ જિલ્લાની વિરમગામ તાલુકાની શિયાલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ પુસ્તક વાંચનપ્રેમી છે અને એકાંતમાં રહીને ઉંડાણપૂર્વક પુસ્તકોનો અભ્યાસ કરવાની તેમની ટેવ છે. રાજ્યકક્ષાના, રાષ્ટ્રીયકક્ષાના અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમીનારોમાં વિવિધ સંશોધન પેપરો દ્વારા શિક્ષણક્ષેત્રે પોતાના વિચારો રજૂ કરતા આવ્યા છે. શિક્ષણ જગતમાં યોજાતી વિવિધ કોન્ફરન્સોમાં હાજર રહી ભારતીય શિક્ષણ અને વર્તમાન શિક્ષણની સ્થિતિ વિશેની ચર્ચાઓમાં સહભાગી થતા રહ્યા છે. ભવિષ્યમાં પણ તેઓ વિવિધ સંશોધનકાર્યો અને લેખન પ્રવૃતિઓ દ્વારા પ્રાથમિક શિક્ષણની સમસ્યાઓ અને બાળકોના શિક્ષણના અધિકાર પ્રત્યે ચિંતિત રહી અવનવું સર્જન કરતા રહે તેવી શુભકામના… -ડૉ. પૂર્ણિમાબેન ત્રિવેદી લેકચરર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ગાંધીનગર
Reviews
There are no reviews yet.