Description
હું કોઈ લેખક નથી, કે નથી કોઈ કવિ, કે નથી કોઈ શાયર પરંતુ તે છતાય મને મળેલ સમયનો સદઉપયોગ કરીને હું આ વાર્તા લખી રહ્યો છુ, આ વાર્તાનો કોઈ વ્યક્તિ કે વ્યક્તિના જીવન સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી, આ વાર્તામા લક્ષ્મી અને નરેશ વચ્ચેની સાચી ને પવિત્ર પ્રીતનુ વર્ણન કરેલ છે, જે આ બંનેની પ્રીત એવા ત્રણ કુટુંબોના સંબંધો સાથે જોડાયેલી છે કે આ ત્રણ કુટુંબોના સારા સંબંધોએ લક્ષ્મીની સગાઇ નરેશ સાથે કરાવીને આ બંનેને બાળપણમા જ એકબીજાની પ્રીત સાથે જોડ્યા તથા આ ત્રણ કુટુંબોના સારા સંબંધોએ આ બંનેના જીવનને સિદ્ધિના શિખર સુધી પહોચાડ્યુ, સમય જતા આ ત્રણ કુટુંબોના સારા સંબંધો વચ્ચે એક મોટી તિરાડ પડતા આ ત્રણ કુટુંબો વચ્ચેના તૂટેલા સંબંધોએ લક્ષ્મી અને નરેશની બાળપણની આ સાચી ને પવિત્ર પ્રીતની ઇમારતને તોડી પાડી, ત્યારબાદ સમય જતા આ લક્ષ્મીનરેશની સાચી ને પવિત્ર પ્રીતની પડી ગયેલી ઇમારતને નરેશે પોતાના એકલા હાથે જ ફરીથી ઉભી કરી, આમ આ લક્ષ્મીનરેશ વચ્ચેના પવિત્ર પ્રેમની અને આ બંનેના જીવનની પુરેપુરી વાત આ વાર્તામા વિસ્તારથી વર્ણન કરેલ છે અને લક્ષ્મીનરેશની આ સાચી ને પવિત્ર પ્રીતને દુનિયાના દરેક વ્યક્તિઓ સામે લાવીને તેને દુનિયાના દરેક ખૂણેખૂણે પ્રસારિત કરવાનો એક પ્રયત્ન કરીને ગુજરાતી સાહિત્યની એક અનોખી દુનિયામા પહેલુ પગલુ ભરેલ છે.
Reviews
There are no reviews yet.