Description
આ લઘુ નવલકથા બે પરિણીત યુગલોની છે જેમાં સંસાર આગળ વધતા આ બંને પરિણીત યુગલોમાં એક એક એમ બે પ્રેમીઓનો ઉમેરો થાય છે અને આવા બે સંસારી ત્રિકોણો સર્જાય છે, છતાં શેર માટીની ખોટ લાંબા સમયે કોઈ દંપત્તિની પુરાય તો છે તો કોઈ દંપત્તિની પૂરાતી નથી તેમ છતાં પણ પરિણીત યુગલો સંતાન સુખ કેટલી હદે અને કેવી રીતે ભોગવી શકે છે એની આ વાર્તા છે. અહીં બન્ને ત્રિકોણોમાં પાત્રોનું વિપરીત સંજોગોમાં મનોમંથન, અટવાયેલા સંબંધોની ગૂંચવણને કેવી રીતે ઉકેલવી અને નિભાવવી એના કાલ્પનિક સમયાધીન સમાધાનની વાર્તા છે. સંક્ષિપ્તમાં નિર્દોષતામાં વરદાન માંગવું ,અધૂરી સાધના ,પૂર્વજન્મ કર્મબંધન અને ઋણાનુબંધ, રઝળતા સૂક્ષ્મ શરીરરૂપી જીવાત્માનો દ્રઢ સંકલ્પ તેમ જ જ્ઞાની સંતમહંતોના માર્ગદર્શનની આ રસદાયક અને રોમાંચક લઘુ નવલકથા છે. લેખકને આશા છે કે આ લઘુ નવલકથા વહાલા વાંચકોને જરૂર ગમશે.
Reviews
There are no reviews yet.