Description
ગુજરાતી અક્ષરોની જાદુઈ દુનિયાના લેખિકા – શ્રીમતી અલ્પાબેન કુમુદચંદ્ર પંડ્યા છે. જેઓ હાલ સુરત મહાનગરપાલિકા સંચાલિત શ્રી. ર.વ.દેસાઈ પરવટ પ્રાથમિક શાળા, નંબર-304માં પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેમના શિક્ષણના 30 વર્ષથી વધુના અનુભવને આધારે આ પુસ્તકની રચના કરેલ છે. ગુજરાતી અક્ષરોની જાદુઈ દુનિયા પુસ્તકના ફુલ ભાગ 1 થી 5 છે. આ પુસ્તક લખવાનો હેતુ બાળકોને અક્ષરજ્ઞાન ગુજરાતી વ્યાકરણના નિયમો એટલે કે ભાષાની બનાવટના વિજ્ઞાન સાથે આપવાનો છે. અહીં જોડાક્ષરો કેવી રીતે બને છે એ દરેક અક્ષરદીઠ બતાવવામાં આવ્યું છે. અહીં, શબ્દકોશ પ્રમાણે શબ્દો ગોઠવવા તથા અક્ષરની સંધિ દ્વારા શબ્દો બનાવવાની સમજ અજ્ઞાત રૂપે આપવામાં આવી છે. અહીં, પુસ્તકમાં બાળકોને સ્વર અને વ્યંજનના અક્ષરોથી બનતા શબ્દો વાક્યો સમજ આપવામાં આવી છે. અહીં વિડિયો દ્વારા શબ્દોનું ઉચ્ચારણ કેવી રીતે કરવું તેની સમજ પણ આપવામાં આવી છે. બાળકો વધારે સમય ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. તેથી તેમાં વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે અક્ષર શોધ, તફાવત શોધો, પડછાયો શોધો, રંગપૂરણી, અધુરુ ચિત્ર પૂર્ણ કરો, રંગ ઓળખ, ફિંગર પપેટ બનાવવા, મોહરા બનાવવા, ચિત્ર વર્ણન તથા આ સિવાયની અનેકવિધ પ્રવૃત્તિઓ પણ આપેલ છે જેના દ્વારા બાળકનો માનસિક વિકાસ થાય છે તથા બાળક વિવિધ પ્રવૃત્તિઓ કરીને પોતાની એકાગ્રતા તથા ધ્યાન વધારી શકે છે. વળી, જ્ઞાન સાથે ગમ્મત પણ મળી રહે છે. જેના દ્વારા બાળકોની વિચારવાની શક્તિનો વિકાસ થાય છે.



Reviews
There are no reviews yet