Description
‘લેખિકા પરિચય કળા એ કુદરતની દેન હોય છે. પરંતુ ક્યારેક એની કલાકારને ખુદનેય ખબર નથી હોતી ! આવું સામાન્યરીતે થતું જ હોય છે. પરંતુ અમુક કલાત્મક જીવ તેના બાળપણથી જ તેમના વર્તન થકી તે કહી દેતા હોય છે. મારી કળા પ્રત્યેની રૂચી કે જે સ્વપ્નો મારાં ખુદના શોખ હતા તેને મારી દીકરીના કારણે જીવી લીઘા. અર્થાત્ મને જેટલા પણ શોખ હતા તે દરેક ઇતર પ્રવૃતિનો તેને બાળપણથી જ રસ હતો. ફક્ત બીજા ધોરણમાં હતી ત્યારે પણ તેની વિચારસરણી અન્ય બાળકોની સરખામણીમાં અલગ હતી અને ત્યારથી જ તે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને પ્રથમ નંબર લાવતી. ચિત્રકામ, વક્તૃત્વ સ્પર્ધા, નિબંઘ, ગરબા, મહેંદી, સિંગિંગ, રંગોલી, આર્ટ એન્ડ ક્રાફ્ટ, વગેરે કંઇ કેટલીય પ્રવૃતિઓમાં રસ ધરાવે અને વિજયી પણ થાય. મને આનંદ છે કે જેવો શોખ મને છે એવા ગુણ એનામાં પણ હું કેળવી શકી. વિચારસરણી જ આપણા વ્યક્તિત્વનું સારું નિર્માણ કરી શકે છે અને લેખનક્ષેત્રે પણ જયારે ગુડ્ડી પોતાનું પ્રથમ પુસ્તક લખીને શરૂઆત કરી રહી છે ત્યારે ખુશીઓની લાગણી અને આશીર્વાદ સહ ખૂબ ખૂબ શુભેચ્છા… ખૂબ આગળ વધો અને મને, પપ્પાને તથા બંને ભાઈઓને તથા સર્વેને ગર્વ કરાવો… God Bless You Beta… -કલ્પનાબેન વાલજીભાઈ પ્રજાપતિ
Reviews
There are no reviews yet.