Description
સુજ્ઞ વાંચકો, નમસ્તે… આ નવલકથા “પ્રયાણ” લખવાની પ્રેરણા કઈ રીતે થઈ તે જણાવું તો મેં જીવનમાં અનેક ક્ષેત્રોમાં ખેડાણ કરેલ છે. તે પૈકી ૧૯૯૯ થી ૨૦૦૨ દરમિયાન ૩ વર્ષ ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રે ઘરમાં જ રહીને સફર કરી. એ સમયગાળા દરમિયાન ધાર્મિક ગ્રંથોમાં આપણાં ચાર વેદોનાં ભદ્ધાંતર સાથેની વિવેચનાનો અભ્યાસ કર્યો. વેદો ઉપરાંત ઉપનિષદો, રામાયણ, શ્રીમદ્દભાગવત તથા ગીતાજી, યોગવશિષ્ટ રામાયણ તથા અષ્ટાંગયોગ જેવા ગ્રંથોનું વાંચન, ચિંતન મનન કર્યું. આ વાંચન, મનન અને ચિંતનનું કાર્ય બે વર્ષમાં પૂર્ણ થયું જેના પરિપાકરૂપે હૃદયનનાં ઊંડાણમાં જીવનમાં જ્યારે સંપૂર્ણપણે કૌટુંબિક જવાદારીઓ પૂર્ણ થાય ત્યારે સન્યાસ ગ્રહણ કરવાની ઝંખના જાગી. આ વિષય પર આ નવલકથા “પ્રયાણ” લખાઈ છે. આ નવલકથામાં મુખ્યત્વે સંયુક્ત કુટુંબમાં રહેવાનું મહત્વ, તેનાં ફાયદા તો તૂટવાનું કારણ સાંકળી સંયુક્ત કુટુંબમાં સારી રીતે કઈ રીતે રહી શકાય, બાળકોમાં સંસ્કાર સિંચન, વગેરે માટે સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે. સાથે સાથે ઉપર જણાવેલ મારી ધાર્મિક અને આધ્યાત્મિક સફરના પરિપાકરૂપે હું જે કંઇ સમજ્યો છું, જે કંઇ આત્મસાત કર્યું છે તે પ્રવચનોના માધ્યમથી રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. નવલકથાનો અંત મારા હૃદયનાં ઊંડાણમાં જાગેલી સન્યાસ ગ્રહણ કરવાની ઝંખના સાથે કર્યો છે. અસ્તુ. – રમેશ સંઘવી
Reviews
There are no reviews yet.