Description
નામ:ચિરાગ કે બક્ષી લેખક પરિચય: ચિરાગભાઈ કે બક્ષીનો એક લેખક તરીકેનો પરિચય કરતા પહેલા એમનો એક વ્યક્તિ તરીકેનો પરિચય કરી લઈએ. સજ્જનતા, માનવતા અને સહિષ્ણુતાનો પર્યાય એટલે ચિરાગભાઈ. સંસ્કારની સમૃદ્ધિ, ઉદ્દાત્ત મદદનિશતા અને સાદગીભર્યું જીવન જીવતા ચિરાગભાઈને બાળકો પ્રત્યે વિશેષ રુચિ છે. એમને જાણવું એક લ્હાવો અને સૌભાગ્ય છે. લેખક ચિરાગભાઈ પરિપકવતાના શિખર તરફ એમની યાત્રા મક્કમતાથી કરી રહયા છે. ટેકનિકલ અને ચિંતનસંબંધી વિષય ઉપર ત્રણ પુસ્તકો ઈંગ્લીશમાં લખ્યા પછી એમની માતૃભાષામાં આ એમનું બીજું પુસ્તક છે. પુસ્તકમાં લખાયેલી વાર્તાઓ મેં વાંચી છે. દરેક વાર્તા કાંઈક કહી જાય છે. એમની સાહિત્યરુચિ અને વિચારોની ગોઠવણી વાર્તાનું માળખું બની રહે છે જ્યારે એમની શબ્દો સાથે રમવાની આવડત વાર્તાને રસપ્રદ બનાવે છે. શબ્દોની વાત નીકળી છે ત્યારે એટલું જરૂર કહીશ કે શબ્દો સાથે એ બધી જ રમત રમી શકે છે. કબ્બડ્ડી, ખો ખો, પકડદાવ વિગેરે – સિવાય કે ચેસ; કારણકે શબ્દો એમનાથી હારી જાય એ એમને જરાયે ગમે નહિ. એમના આ પુસ્તક ‘શબ્દોની સૂરીલી સરગમ’ને વાચકો ઉત્સાહભેર વધાવી લે એ પ્રાર્થના.
Reviews
There are no reviews yet.