Description
માનવજીવનની પરિપ્રેક્ષ્યમાં પર્યાવરણની મહતા: આજના વૈશ્વિક પર્યાવરણને આપણે – માનવે વિકાસની હરણફાળે પ્રદૂષિત કરી મૂકયું છે. વૃક્ષો કપાઇ જાય ને ત્યાં બત્તીનો થાંભલો ઊગી નીકળે..ખેતરોમાં ક્રોંકીટના જંગલો ઊભા થયા ને જંગલોનો નાશ કરી આપણે પક્ષી અને પ્રાણી સૃષ્ટિની કબરો ખોદી રહ્યા છે. વાહનો અને ઔદ્યોગિક વસાહતોના ધૂમાડા- કાર્બનડાયોકસાઇડે માણસોના ફેફસાને કાળા રંગે રંગી દીધાં છે. ચોક્ખી હવા,પ્રાણ વાયુ હવે કયાં મળે છે ? પાણીનું પ્રદૂષણ તો એવું કે આપણે ધર્મના નામે ગંગાને, યમુનાને પણ પ્રદૂષિત કરી છે. ભારતીય સંસ્કૃતિમાં મા સમાન સરિતાના પાણી પીવા લાયક નથી. દેશની નદીઓ તો મોટી ગટરોમાં પરિવર્તન પામી રહી એના આપણે સાક્ષી છીએ, શહેરીકરણને કારણે અસંખ્ય તળાવો બૂરાઇ ગયા ને ત્યાં એપાર્ટમેન્ટ બની ગયા પરિણામે થોડોક વરસાદ પડે ત્યાં જ જળબંબાકારની સ્થિતિ ઊભી થાય છે.
Reviews
There are no reviews yet.