શિક્ષણની ક્ષિતીજ પુસ્તકમાં શિક્ષણને લગતા આધુનિક પ્રવાહો અને નવી શિક્ષણ પદ્ધતિઓ વિષે વિચારો રજુ કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાં લેખકના પોતાના અનુભવો અને પ્રયોગાત્મક શિક્ષણ પદ્ધતિઓ રજુ કરી છે. લેખકના શિક્ષણના દેશ-વિદેશના અનુભવો આ પુસ્તક ને વધુ પ્રમાણભૂત બનાવે છે. આ પુસ્તકમાં જણાવેલ ઘણા વિચારો પરંપરાગત શિક્ષણ પદ્ધતિથી વિપરીત પણ કારગત નીવડ્યા છે. શિક્ષણક્ષેત્રમાં ઘણાં નવા વિચારો અને પદ્ધતિઓ વિશે ચર્ચાઓ અને સંશોધનો આવી રહ્યા છે, જે શિક્ષણક્ષેત્રને બદલી રહ્યા છે. ભારતની નવી શિક્ષણનીતિ 2020 પણ નવા શિક્ષણ માટેનું પ્રથમ પગલું પુરવાર થશે. આ પુસ્તકનું સબળ પાસું તેની સરળ ભાષા અને રજૂઆત છે, કે જે નવા, અનુભવી શિક્ષક કે શિક્ષણને લગતા વ્યાવસાયિકોને નવો વિચાર આપવા સક્ષમ છે.
Reviews
There are no reviews yet.