Description
સ્મશાનગૃહ ત્યાંથી છ એક કિલોમીટર દૂર હતું. મેરકો ઝડપથી હંકારીને લગભગ દોડવા જ લાગ્યો હતો. કેમ જાણે મૃત્યુના આવા બિહામણા દ્રશ્યો જોયા પછી પણ એ અંદર થી ખુશ હતો. ઘણાં દિવસો પછી એના હાથમાં ચાર અંકો ધરાવતી કમાણી આવી હતી. લાંબા સમય પછી તેની લારી આટલુ વજન ઉચકીને દોડી હતી. વજનમાં અનાજ કે તેલના ડબ્બા હોય કે પછી માણસનું મડદું. શું ફેર પાડવાનો છે ? તેને તો કમાણી સાથે જ નિસ્બત છે. આજે જ જો તે મોટી કમાણી કરી લે તો પછી ભલે મહિના સુધી કોઈ કામ ન મળે, ચિંતા કરવાની જરૂર ન હતી. મનમાં ખુશ થઇને ઉત્સાહ સાથે મેરકો પોતાની લારીમાં લાશ લઈને સ્મશાનગૃહ પહોંચ્યો ત્યાં જ દ્રશ્ય જોઇને તે અવાચક થઇ ગયો. આ તે માનવ મહેરામણ કે લાશોનું ઝુંડ ? (આ વાર્તાસંગ્રહમાંથી )
Reviews
There are no reviews yet.