Description
‘સંદેશ’ ના વાચકોના પત્રોમાંથી (૧૯૯૦ ના સમયના પત્રો માંથી) ધુતારો વિષેના મનોભાવ વ્યક્ત કરવા આ જડ એવી પેન પણ અસમર્થ છે. – કુ. નીતા ગાલા (કચ્છ) સુંદર સાહિત્યથાળ પીરસવા માટે આપનો આભાર માનીએ છીએ.– જિતેન્દ્ર જોષી (વલસાડ) દરેક પ્રકરણના અંતે આગલા પ્રકરણમાં શું આવશે, તેના વિચારમાં બાકીના દિવસો ક્યાં પસાર થઈ જતા તેનો ખ્યાલ સુધ્ધાં ન આવતો. – હસ્મિત દવે (અમદાવાદ) ‘સમાપ્ત’ શબ્દ વાંચતાં મને ઊંડો ધ્રાસ્કો પડેલ છે. ઘરની કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો યે આટલું દુઃખ ન થાય. આ લખતાં હું રડી રહ્યો છું.– ભવાન મકવાણા (નળસરોવર રોડ) ‘ધુતારો’ મને ફરી ફરી વાંચવા મજબૂર કરે છે. કેટલાક હપ્તા એવા છે જે મેં બબ્બે વાર વાંચ્યા. – દિનેશ વસાવા (અંકલેશ્વર) આજે બીજા નવલકથાકારો માયાવી સૃષ્ટિ ઉત્પન્ન કરી વાંચકોને સંપત્તિ તરફ પ્રેરે છે જ્યારે આપે સંપત્તિના બદલે સંતોષનો માર્ગ બતાવેલો છે. – વિનોદ શીવજી (ભુજ) ધુતારો તથા રામાયણના અંત આજના રવિવારે આવ્યા આશ્ચર્યની વાત છે. ‘રામાયણ’ ટી.વી. સીરિયલમાં રાવણનો અંત સાડા દસે થયો. મારી પ્રિય નવલકથામાં રાવણ કાલીચંદનો અંત રામ કોસાએ બે કલાક પહેલાં કર્યો.– ગોપાલ ભાવસાર (બોરસદ) જેટલો મને રામાયણ સીરિયલનો ઈંતેજાર રહેતો, તેટલો જ મને દર રવિવારે આ નવલકથાના હપ્તાનો ઇંતેજાર રહેતો. – પરેશકુમાર માધવલાલ (સિદ્ધપુર) આપે દરેક પાઠકને એકવીશમી સદીમાં લઈ જવાનો સરસ પ્રયત્ન કર્યો છે. તમે બતાવેલ ‘સતીપ્રથાનો વિરોધ’ એ દરેક પાઠકના જુસ્સામાં ઉમેરો કર્યો છે. – દિપકકુમાર એમ. (ઈડર) ખરેખર ‘સરસ્તીચંદ્ર’ નવલકથા પછી જો કાઈ નવલકથાને ગુજરાતી ગદ્ય સાહિત્યમાં સ્થાન મળતું હોય તો તે ‘ધુતારો’ જ છે. – ઉપાધ્યાય બી. સી. (પંચમહાલ)
Reviews
There are no reviews yet.