Description
પરિચય વલસાડ જીલ્લાના ડુંગરી ગામમાં પિતા નાથુભાઈ અને માતા અન્સુયાબેનને ત્યાં ઉગેલું ફૂલ વડોદરાના શ્રી પ્રકાશભાઈ સાથે લગ્નગ્રંથીથી જોડાય વિકસીત થયું. કોલેજકાળથી જ એવી માન્યતા ખરી કે અલગ અસ્તિત્વ હોય તો અલગ વ્યક્તિત્વ પણ હોવું જ જોઈએ. પરંતુ સાથે સાથે પહેલાં પરિવારના અન્ય સભ્યો પ્રત્યેની જવાબદારી પછી પોતાનો વિકાસ. આવી માન્યતા પણ ખરી જ. જિજ્ઞા તથા રૂચિર બંને બાળકોની જવાબદારી સાથે વડોદરાના અનાવિલ પ્રગતિમંડળ ઉપરાંત અન્ય સામાજીક સંસ્થાઓમાં નવરાશના સમયે દરરોજ માર્યાદિત સમય ફાળવી સેવાકીય પ્રવૃત્તિ શરુ કરી. મહિલા સંસ્થામાં કામ કરતાં અનુભવે સમજાયું કે મહિલાઓને રોજગારી ઉપરાંત અનેક સામાજીક પ્રશ્નો પણ ઘણાં હોય છે. જેમાં કાયદાકીય મદદની જરૂર પડે છે. આથી મેં મારી ૪૮ (અડતાલીસ) વર્ષની ઉંમરે અભ્યાસ શરુ કરી વકીલાતની ડીગ્રી મેળવી. વડોદરા જીલ્લા ગ્રાહક ફોરમમાં જજ-મેમ્બર તરીકે સેવા આપી. “ગ્રાહક સુરક્ષા સેવા સંસ્થા” નામે ગ્રાહક મંડળ પણ ચલાવેલ છે. પુસ્તક: ૧) “ખાયણા અને હાલરડાં” ૨) “બાની વાતો” (પ્રવાસવર્ણન – બાળ નિબંધો) સીડી: ૧) વિસરાતી વિરાસત અનાવિલ ખાયણા ૨) વિસરાતી વિરાસત અનાવિલ હાલરડાં – વર્ષા દેસાઈ – અડવોકેટ
Reviews
There are no reviews yet.