Description
આ વિશ્વમાં મારુ બીજું પુસ્તક છે. “હિતકારી” પ્રેરણાત્મક કવિતા સંગ્રહ. આ કવિતા સંગ્રહમાં મનુષ્યનું હિત ઈચ્છે એવી ૧૦૧ કવિતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. “જે વાંચશે એ જરૂર માણશે”. પહેલું પુસ્તક “વિશ્વ ખોજ” એક જીવન શિક્ષક છે, જેમાં મનુષ્યનાં જીવનને પ્રેરણાં આપતી ૨૦ ટૂંકી વાર્તાઓ લખવામાં આવી છે. “જ્યાં સાહિત્ય નથી, ત્યાં સંસ્કાર નથી”, એટલે સાહિત્ય તો બધાનાં ઘરે વસાવેલું જ હોવું જોઈએ. મનુષ્ય જન્મે એટલે પછી એનું મૃત્યુ નજદીક આવતું જતું હોય છે, એટલે એક એક ક્ષણનો ઉપયોગ ઈમાનદારી પુર્વક કરવો જોઈએ. મહેંકી ઉઠે મન એવી તું સુગંધ બની જા, પ્રેરણા આપે એવી તું વાર્તા બની જા, ખીલી ઉઠે તન એવી તું સવાર બની જા, બધાને ગમે એવી તું કવિતા બની જા.. આ સમયમાં પુસ્તકો વાંચવાનો ક્રમ ખુબ જ ઘટયો છે. આથી આપણે બધાંએ દરેક મનુષ્યને પુસ્તકો વાંચવાની પ્રેરણા જરુર આપતાં રહેવું જોઈએ, સાથે સાથે તેનાં સાચાં અર્થને સમજીને તેને આપણા જીવનમાં ઉતારતા રહેવું જોઈએ. મને આશા છે કે આ પુસ્તક બધાને જીવનમાં જરૂર ઉપયોગી થશે.. આભાર.
Reviews
There are no reviews yet.