Description
માનવીનું મન અને તેના ગૂઢ રહસ્યો (વૈજ્ઞાનિક દ્રષ્ટિએ) પ્રત્યેક માનવી સુખી થવા ઈચ્છે છે, મહાન થવા માંગે છે, પ્રસન્ન રહેવા ઇચ્છે છે, સતત શાંતિ માટે સક્રિય પ્રયત્નો પણ કરે છે. આદિકાળથી માનવીની સમગ્ર પ્રવૃત્તિઓનો મૂળભૂત હેતુ સુરક્ષા, સુખ –શાંતિ –આનંદની શોધનો જ હોય છે, એના માટે એ બાહ્ય પ્રયત્નો કરે છે. પ્રત્યેક માનવનું મૂળભૂત લક્ષ્ય ઉન્નતિ તરફની ગતિ જ હોય છે અને જ્યારે ક્યારેક બધું જ પ્રાપ્ત થવા છતાં આંતરિક રીતે એવું કેમ લાગે છે કે હજુ કંઈક ખૂટે છે, હજુ કંઈક અધૂરપ લાગે છે. ઇચ્છિત મળ્યા છતાં હજી ઓછપ –ખાલીપો કેમ લાગે છે.. બધું જ જાણતાં હોવા છતાં નિષ્ફળતા, દુખ, અશાંતિ બેચેની, વ્યગ્રતા, ક્રોધ, અપમાન વગેરે નકારાત્મક બાબતોનું પ્રત્યક્ષ પરિણામ વાસ્તવિક જીવનમાં આપણે જોઈએ જ છીએ, જે આપણે ઇચ્છતા ન હોવા છતાં પણ અનુભવવામાં આવે છે. “મન: એવં મનુષ્યાણામ્ કારણમ્ બંધ –મોક્ષયો“ — (શ્રીમદ્ ભગવદ્ ગીતા)
Reviews
There are no reviews yet.