Description
માનવજાતની સૌથી મોટી શક્તિ તેની કલ્પના છે. જ્યારે આપણે આકાશ તરફ જોઈએ છીએ ત્યારે માત્ર તારાઓ જ દેખાય છે. પણ કેટલાક જીનિયસ કલ્પના કરે છે કે એ તારાવિશ્વની પેલે પાર કશુંક તો હશે જ ને? ત્યારે અમુક પ્રશ્નો પ્રગટ થાય છે “શું આપણા જેવી બીજી કોઈ દુનિયા હશે? શું ત્યાં પણ જીવન હશે? શું ત્યાંનો ઇતિહાસ આપણા જેવો જ હશે કે સાવ અલગ?” એક ક્ષણ માટે તમારી આસપાસની દુનિયાને ભૂલી જાઓ અને વિચારો… શું આપણે જે જોઈએ છીએ તે જ એકમાત્ર સત્ય છે? જો હું તમને કહું કે અત્યારે તમે જ્યાં બેઠા છો, બરાબર એ જ જગ્યાએ, એક બીજા પરિમાણમાં તમારી જ એક આવૃત્તિ અસ્તિત્વ ધરાવે છે-પણ ત્યાંનો ઇતિહાસ સાવ અલગ છે! કદાચ ત્યાં થેનોસ નાયક છે અથવા કદાચ ત્યાં મનુષ્યોને બદલે સુપરપાવર ધરાવતા ઝોમ્બીઓનું રાજ છે! આ વિચાર માત્ર સાંભળવામાં જ ડરામણો કે રોમાંચક નથી પણ તે એક એવા દરવાજાની ચાવી છે જે આપણી સમજણની સીમાઓને તોડી નાખે છે. આ દરવાજો જ્યારે ખૂલે છે ત્યારે સામે દેખાય છે અસીમ અને કાલ્પનિક સુપરહીરો બ્રહ્માંડ.



Reviews
There are no reviews yet