Description
નામ: અર્ચિતા દીપક પંડ્યા સાહિત્ય પ્રત્યેની રુચિએ હાથમાં કલમ પકડવાની પ્રેરણા આપી. મૂળ કથક વિશારદ હોવાથી અક્ષરનાદ. કૉમ પર નૃત્ય વિષયક શ્રેણી ‘નૃત્યનિનાદ’ લખી. આ શ્રેણીમાં નૃત્યની સમજણ તથા શાસ્ત્રીય નૃત્યપ્રકારો વિશે માહિતી આપી છે. નૃત્યના કાર્યક્રમો, અભિનય તથા સૂત્રધાર તરીકે કામ કર્યું. ચિલ્ડ્રન થિયેટર રાજકોટ ખાતે નાટકોમાં અભિનય કર્યા છે. રેડિયો પર બાળકોના કાર્યક્રમો કરવા સાથે ગુજરાતી ફિલ્મ ‘નસીબની બલિહારી’ તથા હિન્દી ફિલ્મ ‘મિર્ચમસાલા’માં જુનિયર આર્ટિસ્ટ તરીકે અભિનય કર્યો. સિરિયલમાં સંવાદ લેખનનો અનુભવ તથા આઠ જેટલી સહિયારી નવલકથામાં લખ્યું છે. એક સહિયારી નવલકથા ‘હસ્તરેખામાં ખીલ્યું આકાશ’માં લીડરાઈટર તરીકે કામ કર્યું. વિશ્વના સૌથી દળદાર ગુજરાતી પુસ્તક ‘સંવર્ધન માતૃભાષાનું’માં સ્વરચિત કૃતિઓનો સમાવેશ થયો છે. સર્જન ગ્રુપમાં રહીને માઈક્રોફિક્શન વાર્તા સ્વરૂપ શીખી રહી છું. ‘વિચારયાત્રા’માં કવિતા, ‘વાર્તા વિહાર’ (ટૂંકી વાર્તા સંકલન પુસ્તક-ધીરુબેન તથા કુમારપાળ દેસાઈ), ‘સ્નેહનો સંગાથ’ ‘મમતા મેગેઝિન ‘ગુજરાત સમાચાર’, સાહિત્યનો વનવગડો, ‘વાર્તાવિશ્વ ઈ મેગેઝિન’, ‘દિવ્ય ભાસ્કર’ ‘પંખ ઈમેગેઝિન’ તથા ‘સ્ત્રીઆર્થ – ૫’, દિવ્યભાસ્કર એપમાં વાર્તા છપાઈ છે. સર્જનહાર માસિકમાં લેખ લખું છું તથા તેનો ઓડિયો યુટ્યુબ વિડિયો ચેનલ પર અપલોડ થાય છે. અત્યારે પંખ ઈ મેગેઝિનમાં ‘તડકા ભીનાં મૃગજળ’લઘુનવલ ચાલી રહી છે. સાહિત્યનો વનવગડો સંસ્થાએ યોજેલ વ્યથા વિષયની વાર્તા પ્રથમ ક્રમાંકે આવી છે. પ્રતિષ્ઠિત કેતન મુનશી વાર્તા સ્પર્ધાની ચૌદમી સ્પર્ધામાં ચૂંટાયેલી વાર્તાઓમાં ચોથું સ્થાન મળ્યું છે.
Reviews
There are no reviews yet.