Description
તબડક તબડક! ખડિંગ ખડિંગ! ‘ખૂબ લડી મરદાની’ પછી ‘યાદ હજી મરદાની સૌને’ ‘યાદ હજી મરદાની સૌને’ રાણી લક્ષ્મીબાઈના પરાક્રમી બાળપણથી શરૂ કરીને શહાદત વહોરતી વીરાંગનાની અંતિમ પળ સુધીની દીર્ઘ બાળનાટ્ય રચના છે. પ્રસ્તુત કૃતિમાં ભાષા સંવાદોએ પાત્રોને નિખારવાનું કામ કર્યું છે. મણિકર્ણિકાની વીરતા તેમજ ઉમદાપણું સરસ રીતે ઉપસાવવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને પણ ઉજાગર કરવામાં આવ્યાં છે. ઘોડાની રવાલી ચાલથી પ્રારંભથી જ વાતાવરણ જીવંત થઈ જાય છે. નાટકના પાત્રો, પ્રસંગો અને સંવાદો એ ભવ્ય ભૂતકાળના ઐતિહાસિક માહોલને પ્રત્યક્ષ ખડો કરી દે છે. દેશભક્તિને પોષતું આ અભિનેય નાટક લાંબા સમય સુધી પ્રભાવ પાડી શકે તેવું છે. કથાનકની ઉત્કૃષ્ટ સચોટ રજૂઆત માટે લેખકને અઢળક અઢળક અભિનંદન! પ્રસિદ્ધ બાળસાહિત્યકાર- શ્રદ્ધાબેન ત્રિવેદી વાડજ- અમદાવાદ.
Reviews
There are no reviews yet.