Description
An Inspirational Story of Courage and Compassion
ભીતરે અજવાસ – કેન્સર સામેની લડત, હિંમત અને આશાની પ્રેરણાદાયી કથા
કિરણબેન બુચ લિખિત નવલકથા ‘ભીતરે અજવાસ’ માત્ર એક વાર્તા નથી, પરંતુ સંઘર્ષ, મનોબળ અને જીજીવિષાની અદભૂત યાત્રા છે. છ દાયકામાં પથરાયેલી, ત્રણ પેઢીની વાત કહેતી અને વિશ્વના ત્રણ ખંડોમાં આકાર પામતી આ કથા વાચકોને નાયિકા ડૉ. હેલીનાં મજબૂત મૂળિયાં, તેની ઊંચી ઉડાન અને દુર્ભાગ્યની કાળી છાયા વચ્ચે પણ તેને મળેલી અસીમ કૃપાના સાક્ષી બનાવે છે.
આ નવલકથામાં એકથી વધુ પ્રેમકથાઓ છે, નજર લાગી જાય એવા સુંદર પારિવારિક સંબંધો છે અને આંખ સામે દ્રશ્યો ખડાં થઈ જાય તેવા સજીવ વર્ણનો છે. તબીબી વિષય પર લખવા માટે કરાયેલું સંશોધન પણ સ્પષ્ટ રીતે દેખાય છે. સાથે જ માનવ સ્વભાવના અરીસા જેવા પ્રસંગો અને જીવનના અર્ક સમાન ડહાપણના અનેક મોતી અહીં ઝળહળે છે.
આ બધાથી પણ વધુ વિશેષ છે બે અતિ સશક્ત સ્ત્રીઓનું પાત્રાલેખન — તેમની આધિ, વ્યાધિ અને ઉપાધિ સાથે બાથ ભીડવાની હિંમત, અને પોતાની જાત પર તથા જગતના તાત પર અડગ શ્રદ્ધા.
આ નવલકથા માત્ર કેન્સર સામેની લડતની વાર્તા નથી. આ કથા છે પ્રેમ, ત્યાગ અને સેવા દ્વારા જીવનને અર્થ આપવાની. જ્યારે એક દીકરી મૃત્યુને આંખમાં આંખ નાખીને જુવે છે અને પાછી ફરીને અનેક લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવે છે, ત્યારે સમજાય છે કે સંઘર્ષ અંત નથી — તે એક નવા અધ્યાયની શરૂઆત છે.
આ કથા તમને આશા આપશે — દરેક અંધકારની પાછળ એક અજવાસ છુપાયેલો હોવાની આશા, એ ઉજાસને ઓળખવાની આશા અને ‘જીવનથી મૂલ્યવાન બીજું કશું જ નથી’ તેની પ્રેરણાત્મક પ્રતીતિ.
જો તમને હિંમત, આશા અને પ્રેરણાદાયી જીવનકથાઓ વાંચવી ગમે, કેન્સરના દર્દીઓના સંઘર્ષને સમજવું હોય, દયાની જગ્યાએ સહાનુભૂતિ અને અનુકંપાને સ્થાન આપવું હોય — અને આ બધું જ એક રસપ્રદ પારિવારિક નવલકથા રૂપે વાંચવું હોય, તો આ પુસ્તક જરૂર વાંચવું જ રહ્યું.



Reviews
There are no reviews yet