Description
માનવ તરીકે આપણુ કર્તવ્ય હોય છે કે સમગ્ર જીવન દરમિયાન સર્વ સમાજ, પ્રકૃતિ, રાષ્ટ્ર તરફથી આપણે જે કંઈ પણ મેળવતા હોય એ આપણા જીવનના અંત પહેલા એમને પાછું આપીએ. રાષ્ટ્રવાદી વિચારધારાનો સાથ લઈને હંમેશા મારો પ્રયત્ન રહ્યો છે કે મારા જીવન તેમજ કર્મ થકી મારા ભારતવર્ષની અનંત વિકાસયાત્રામાં પોતાના નાનો એવો પણ અમૂલ્ય ફાળો આપું. અંતે, એટલું જ કે, જીવન ની સાચી મૂડી……પુસ્તક ને… એમાં થી મેળવેલું જ્ઞાન…. મારા ઘડતર માં આવા ઘણાં બધાં પુસ્તકો નો પણ ફાળો રહેલો છે. ઘણા બધા મહાનુભાવો ના જીવન ચરિત્રોને જાણ્યા છે. એ સૌ મહાનુભવ નો એક સામાન્ય ગુણ હતો, એ છે ” પુસ્તક પ્રેમ “.. યોગ્ય પુસ્તકમાં એ શક્તિ તો ચોક્કસ રહેલી છે કે, એ માનવી ને સાચો, સજ્જન વ્યક્તિ તેમજ સાચો દેશ ભક્ત જરૂર બનાવી શકે.. – ડો. કિશન કે. પટેલ (કશિશ)
Reviews
There are no reviews yet.