Description
મારો ગઝલસંગ્રહ આપ સૌનાં હાથમાં મૂકતા અત્યંત રાજીપો અનુભવું છું. મારી આ સર્જન યાત્રામાં ઘણાં બધાં સર્જકો અને મિત્રોએ ડગલે ને પગલે માર્ગદર્શન પુરું પાડયું છે અને સતત પ્રોત્સાહન આપ્યું છે એવા સૌ મિત્રોનો હું સદાય ઋણી રહીશ. અતિશય વ્યસ્ત હોવા છતાં જેમણે ખૂબ જ ઉત્સાહથી મારાં ગઝલસંગ્રહની પ્રસ્તાવના લખી આપી એવાં મારાં પ્રિય કવિ શ્રી ગૌરાંગભાઈ ઠાકરનો આભાર માનું છું અને ઋણ સ્વીકાર કરું છું. જેમણે મને સતત માર્ગદર્શન આપ્યું છે એવા બેન શ્રી પૂર્ણિમા બેન ભટ્ટ..”શબરી” કવિ શ્રી ભાવેશ ભટ્ટ અને કવિ શ્રી રઈશભાઈ મણિયારનો પણ હું દિલથી આભારી છું. કવિ શ્રી સંજુ વાળા, ભરત ભટ્ટ ‘તરલ’ શ્રી કિરીટ ગૌસ્વામીનો પણ હું દિલથી આભાર માની ઋણ સ્વીકાર કરું છું. કવિ શ્રી તથા આપણું આંગણું બ્લોગનાં સંચાલક હિતેનભાઈ આનંદપરાનો હૃદયપૂર્વક આભાર. ભાઈ શ્રી પીયૂષ પંડયા, એડવોકેટ મિત્ર શ્રી અનિલ મહેતાનો પણ દિલથી આભાર અને ઋણ સ્વીકાર. નેક્સસ સ્ટોરીઝ પબ્લીકેશનનાં શ્રી કૌશલભાઈ જોષીનો પણ ખૂબ ખૂબ આભાર.
Reviews
There are no reviews yet.