Description
કવયિત્રી પરિચય: વંદના બ્રહ્મભટ્ટ “નેહ” વંદનાબેન બ્રહ્મભટ્ટ “નેહ” ના ઉપનામથી કાવ્ય રચનાઓ કરે છે. મા સરસ્વતીનો અપાર નેહ તેમના ઉપર વરસી રહ્યો છે. તેમના કંઠે સરસ્વતીને કાંડે ગણેશજી બિરાજમાન છે. સાહિત્યના ઉચ્ચ શિખર સમાન કવિતા કલાની દુર્લભ એવી સિધ્ધી તેમણે મેળવી છે. અર્વાચીન કવિઓ ફકત ગઝલ, હાયકુ કે આછાંદસ જેવા કાવ્ય પ્રકારોમાં લખે છે, જ્યારે વંદનાબેન ગઝલ ઉપરાંત છંદ, દોહા, ચોપાઇ, સંસ્કૃતવૃત્ત છંદોબદ્ધ કાવ્યો, ભજન, સોનેટ, સવૈયા, કવિત્ત, સપાખરું, ગીત, ગરબા, ચિત્રકવિત્ત દોહા જેવા ઘણા પ્રકારના પદ્ય પ્રકારોમાં કલમનો જાદુ બતાવી રહ્યાં છે. તેમના કાવ્યોમાં ભાષાની ઝડઝમક, મીઠાશ અને સરળતા છે. અર્થ ગૌરવ છે. વ્યવહારિક જ્ઞાનનું શિક્ષણ છે. તેમના કાવ્યોમાં ગુજરાતી ભાષાના મધ્ય કાલીન કવિઓની છાંટ દેખાય છે. તેમનાં કાવ્યો જ્ઞાન, ભક્તિથી ભરપૂર, વૈરાગ્યવાળા અને બોધદાયક છે. કેટલાંક ઇશ્વર સ્તવન ભક્તિપુર્ણ છે. કાવ્યોમાં છંદ, અલંકાર, ઝડઝમક, શબ્દોની વર્ણસગાઇ અને પ્રાસનો સારો સુમેળ છે. વંદનાબેને વ્રજભાષામાં ખુબ જ સારા કાવ્યો રચ્યા છે. આજ તેમનો ગઝલ સંગ્રહ પ્રકાશિત થઈ રહ્યો છે તે જાણી ખુબ જ આનંદની લાગણી અનુભવું છું. તેમના બીજા કાવ્ય સંગ્રહો પ્રકાશિત થાય તેવી આશા રાખું છું. શુભેચ્છક: વિષ્ણુપ્રસાદ ડી. બ્રહ્મભટ્ટ ભાન્ડુ
Reviews
There are no reviews yet.