Description
પ્રવીણ પટેલનો જન્મ ૧૯૭૦માં વડોદરા નજીક ઊંડેરા ગામે થયો. તેઓ કાશીભાઈ અંબાલાલ પટેલ અને સાવિત્રીબેનના ત્રીજા સંતાન છે. પ્રાથમિક શિક્ષણ ઊંડેરા અને માધ્યમિક શિક્ષણ બાજવા ખાતે લીધું. સાહિત્યપ્રેમી હોવા છતાં સાયન્સમાં અભ્યાસ કર્યો અને સાથે નોકરી પણ શરૂ કરી. તેમણે એપ્રેન્ટિસ તરીકે એટેન્ડન્સ ઓપરેટર ઓફ કેમિકલ પ્લાન્ટનું તાલીમ કાર્ય પૂર્ણ કર્યું. કોલેજ જીવનમાં મિત્ર નરેન્દ્ર રાવતને ચૂંટણીમાં જીતાડવામાં સક્રિય ભૂમિકા ભજવી અને અનેક મિત્રો સાથે ગાઢ સંબંધો બાંધ્યા. ૧૯૯૯માં પોતાની પ્રથમ કવિતા “હૃદયના કિવાડ” લખી અને ૨૦૨૨માં “અંતિમયાત્રા”થી ફરી કવિતા લેખન શરૂ કર્યું.



Reviews
There are no reviews yet