Description
ગઝલ છંદે દોઢસો…. **************************************** ગુજરાતી કાવ્ય સાહિત્યમાં આજે કંઈ વધુ લખાતું હોય તો તે ગઝલ છે. સોશિયલ મીડિયામાં પણ સૌથી વધુ ગ્રુપ ગઝલ સાહિત્યનાં છે. આપણે સહુ એ પણ જાણીએ છીએ કે, ગઝલના નામે જોડકણાં અને તથાકથિત ગઝલના નામે અનેક પ્રકારની કવિતા અછાંદસ રચનાઓ પણ જોવા મળી રહી છે. અર્થાત્ એમ પણ કહી શકાય કે ગઝલનું એક ઘોડાપુર કે સુનામી જેવું છે. કાવ્ય સાહિત્યનાં પ્રગટ થતાં સંગ્રહોની સંખ્યામાં ગઝલ સંગ્રહોની સંખ્યા વિપુલ છે. આ સ્થિતિમાં,આ બધાંની વચ્ચે ખરી નખશિખ ગઝલ લખવી અને તારવવી બહુ મુશ્કેલ કાર્ય છે. ગઝલ વિવેચનક્ષેત્રે પણ આ સ્થિતિ છે. એવાં આ ગઝલના અતિવૃષ્ટિ સમયકાળમાં અમે “ગઝલ એટલે ગઝલ” શીર્ષક હેઠળ આ સહિયારો ગઝલસંગ્રહ પ્રકાશિત કરવાનું દુઃસાહસ કરીએ છીએ પંરતુ અહીં આ સંગ્રહમાં આપને થોડીક ગઝલો કે થોડાક શેર આસ્વાદ્ય બની રહે તો અમારો આ નાનકડો પ્રયાસ એળે નહીં જાય.







Reviews
There are no reviews yet