Description
કવયિત્રી, ગઝલકાર, ગીતકાર, ગાયિકા એમ અનેક પ્રતિભાના ધની શ્રીમતી પૂજાબેન ઉપેન્દ્રકુમાર ગઢવી (મંથના).તેમની રચનાઓ માં જ્ઞાન, તત્વજ્ઞાન, ભાવ, ભક્તિ, પ્રેમ, સૌંદર્ય, માધુર્ય અને સરળતા સહજરૂપે અભિવ્યક્ત થતી હોય છે. એક હૃદય જેને માતા પિતા દ્વારા ભક્તિ અને જ્ઞાન વારસામાં મળેલછે.અનુભવો,ભાવનાઓ,વિચારો, ઈચ્છાઓ, આશાઓ, સપનાઓ, યત્નો, પ્રયત્નો, કશુક નવું કરી જવાના ઉત્સાહ અને જુસ્સો એ સર્વેના મનન અને મંથનના ફળ સ્વરૂપે જે કવિતાઓ ,ગઝલો ,હાઈકુઓ લઘુકાવ્યો પુસ્તક રૂપે લોકોને હસ્તક અને હૃદયસ્થ થાય ત્યારે પૂજાબેન ગઢવી ઉર્ફે મંથના સાર્થક થાય છે. ગૌ ચાલીસા ,મંથના, અનૈકા અને છલક બાદ તેમનું પંચમ પુસ્તક શબ્દ તનિકા અનેક વિશિષ્ટતા અને વિશેષતાઓ સાથે પ્રકાશિત થાય છે ત્યારે એક કવિ હૃદય સ્વરૂપે શુભકામનાઓ પાઠવું છું એમના પુસ્તક માટે પરિચય લખવાનો મને આનંદ છે અને એમના જીવન ઉદ્યાનમાં આવી જ રીતે કાવ્યપુષ્પો અનંત ખીલતા રહે અને સાક્ષાત સાહિત્ય કલ્પતરૂ તેમની મનોકામનાઓ પૂર્ણ કરે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું. અંજલી સેવક કવયિત્રી, લેખિકા અંજાર – કચ્છ ભૂજ – કચ્છ
Reviews
There are no reviews yet.