Description
સુજ્ઞ વાંચકો, નમસ્તે, આ નવલકથા લખવાની પ્રેરણા કઈ રીતે થઈ તે વિશે કહું તો મને આ પ્રકારનાં પ્રસંગો, સંવાદો, રીતરિવાજો સાંકળી લેતી દિલધડક હિંદી ફિલ્મો જોવાનો ખૂબ શોખ છે તો ઘણાં સમયથી મનમાં એક વિચાર ચાલતો હતો કે કોઈ એવી દિલધડક પટકથા પર નવલકથા લખવી કે જેના પર હિંદી ફિલ્મ બની શકે. માણસ નાનો છું પરંતુ સપનું મોટું જોયું. એક દિવસ અચાનક આ ફિલ્મી પટકથા જેવી નવલકથાની આછી રૂપરેખા માનસ પટલ પર ઉપસી આવી. અન્ય લેખકો વિશે તો હું જાણતો નથી પરંતુ મારા માનસ પટલ પર કોઈ વાર્તાની આછી રૂપરેખા ઉપસી આવે ત્યારે માત્ર એની શરૂઆત અને અંત જ સ્ફૂર્યા હોય છે પરંતુ લખવાની શરૂઆત કરું એટલે આપોઆપ શરૂઆત અને અંતને અનુરૂપ પ્રસંગો, સંવાદો વિગેરે લખાતા જાય છે અને નવલકથાનું નિર્માણ થાય છે. આ નવલકથા જો વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી શકું તો એવી લખાશે કે તેનાં પર ફિલ્મ બની શકે. આમ તો મારા જેવો માણસ કે જેની સાહિત્ય જગતમાં કોઈ ઓળખાણ ન હોય તેનું કોઈ પણ પુસ્તક કોઈ પણ પ્રકાશક પ્રકાશિત ન કરે છતાં ઊંડે ઊંડે આશા હતી કે કોઈ તો પ્રકાશક મળી જશે જે પ્રકાશિત કરશે અને ભાગ્યજોગે મળી પણ ગયા તો આપના હસ્ત કમળમાં મારી આ નવલકથા છે. બાકી આ નવલકથાની પટકથા વિશે ખાસ વધુ કંઇ એટલા માટે કહી રહ્યો નથી કે શક્ય છે કે જો હું રૂપરેખા જણાવી દઉં તો આપની વાંચવાની મજા મરી જાય. જો આપ વાંચકોને આ નવલકથા પસંદ પડશે તો મને આનંદ થશે અને એવું અનુભવીશ કે મારું લેખન સાર્થક થયું. આપનો સ્નેહાધીન – રમેશ સંઘવી (અમરેલી)
Reviews
There are no reviews yet.