‘દરેક પરિસ્થિતિ અલગ હોય છે અને જરૂરી નથી બધી વખતે નિર્ણય આપણી તરફેણમાં હોય. મનગમતું કંઈક છૂટવાથી વેદના અવશ્ય થાય. પણ, એને ભૂલીને આગળ વધવું એ જ જીવન છે.’ – આ ફક્ત મારી કથાની નાયિકાની વાત નથી, વધતે-ઓછે અંશે દરેકને આ લાગુ પડે છે. જિંદગી શ્વેત-શ્યામ નથી હોતી, ન હોઈ શકે ! તેના અલગ-અલગ રંગ-રૂપ જોવા મળે છે. અહીં આ જ દર્શાવવા પ્રયત્ન કર્યો છે. ક્યારેક વાર્તા વાંચતાં તમે પોતાની જાતને કોઈ પાત્રમાં ઢળેલા અનુભવી શકશો. આ મારો બીજો ટૂંકી વાર્તા સંગ્રહ છે. ક્યારેક ફુરસતની પળોમાં તો ક્યારેક અતિ વ્યસ્તતા વચ્ચે પણ વાર્તાનું વિષયવસ્તુ જડી આવ્યું છે. સામાજિક નિસ્બત, સંવેદના, લાગણી, હળવાશ, પ્રેમ વગેરે શબ્દદેહે પુસ્તકમાં ઉતાર્યા છે, જે આપણા જીવનનો અરીસો છે કદાચ. અને એ જ મને-તમને જોડી રાખનાર તત્વો પણ છે ! આશા છે તમને સૌને પસંદ આવશે. – ઉમા પરમાર
Reviews
There are no reviews yet.