Description
વાર્તાવિશ્વ તો આખી દુનિયાના ફ્લક પર સંવર્ધિત થતું રહ્યું છે,તમે ગુજરાતમાં આ નાનો પણ સુંદર પ્રયાસ કરીને વાર્તાની માવજત કરી રહ્યા છો એ આનંદનો વિષય છે. વાર્તા અને તેનું સ્વરૂપ અનેક રીતે બદલાતું રહ્યું છે, કારણ કે માણસ પોતે જ અનેક સ્થિતિ -પરિસ્થિતિની વચ્ચે બદલાતો રહ્યો છે. તેની સંવેદનાની લકીર પણ અનેક રંગી બની છે. આધુનિક દિલ અને દિમાગે મનુષ્યના ચિત્તને ઝક્ઝોરી દીધું છે. પ્રેમ, ધિક્કાર, વિષાદ, વિરહ, નિકટતા, પરિવાર, સમાજનું બદલાતું સ્વરૂપ વાર્તાનો વિષય બની શકે પણ ભાષા, પ્રસ્તુતિ, શિલ્પ, ગદ્ય માટે નવો વાર્તાકાર વધુ સજ્જ બને તે મોટો પડકાર છે. દર્શના વ્યાસ વાર્તાવિશ્વ તમારા નેતૃત્વ અને માર્ગદર્શન સાથે સફળતા મેળવતું રહે. વાર્તાવિશ્વનાં સૌ સર્જકોને શુભેચ્છા.
- વિષ્ણુ પંડ્યા (પદ્મશ્રી, અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી, સાહિત્યકાર, ઇતિહાસકાર)
Reviews
There are no reviews yet.