Description
એક સમયે જેઓ કોર્પોરેટ જગતના માંધાતા હતા, તેઓ આજે ખાદી વસ્ત્રોમાં સજ્જ થઈ વિશ્વમાં પ્રેમ, શાંતિ અને સંવાદિતાનો સંદેશો ફેલાવવા એ માર્ગ પર ચાલી રહ્યા છે જ્યાં ખૂબ ઓછા લોકોએ ખેડાણ કર્યું છે. આજે જ્યારે સમગ્ર વિશ્વમાં ધન પ્રત્યેની મમતા અને મહત્તા વધી રહી છે તે સમયે કોર્પોરેટ વિશ્વના અગ્રણી યોગેશે આ વિશ્વને રહેવા માટેનું વધુ સુંદર સ્થાન બનાવવા પ્રયાણ શરૂ કર્યું છે. આ પુસ્તક ફક્ત તેમના જીવનની કથની જ નથી પરંતુ, એક વ્યક્તિગત જીવનના અનુભવો વર્ણવતી અતિશય વૈભવી અને સફળ જીવનશૈલી ધરાવતા તથા પૈસા દ્વારા જીવનમાં બધું જ ખરીદી શકાતું નથી તેવા ચિંતનને દર્શાવતા બે સંપૂર્ણ વિરોધાભાસી જગતનો પરિચય પણ કરાવે છે. આ કથામાંથી એ પણ પ્રતિબિંબિત થાય છે કે કે પ્રેમ અને માનવતાની શક્તિ રૂપિયા કે ધનને અતિક્રમી અસ્તિત્વની અંધકારમય બાજુ પ્રત્યે પ્રકાશનું કિરણ ફેલાવે છે તથા લોકો જીવનના અર્થ અને સાચા મૂલ્યો પ્રત્યે ઉદાસીન રહેતા હોય છે.
Jayant Soni –
ભાઈ યોગેશભાઈ.
ગઈ કાલે જ આપનું “અનંત સ્થાન માં ઘર“ એ પુસ્તક હાથ વાંચવા લીધું અને રાત ના જ પુરુ કર્યું. પુસ્તક ની લેખિકા એ બહુજ સંયમ અને સુંદર રીતે તમારી પદયાત્રા નું વર્ણન કરેલુ છે, જ્યારે એનુ ગુજરાતી માં ભાષાંતર બહેન રાજેશ્રી એ સુંદર રીતે કરેલુ છે.
બન્ને બહેનો ને મારા અભિનંદન. મે ઘણી બધી વ્યક્તિઓના પ્રવાસ વર્ણન મે વાંચી જોયા છે પણ આ પુસ્તક કંઈ ક નોખી જ ભાત પાડે છે. તમો વૈભવ અને ઉચ્ચ હોદો છોડી ને શાંતિ દૂત બની ને પરિવ્રાજક બન્યા છો એ ઘટના ને હુ બુદ્ધ ની સંસાર પરિત્યાગ સાથે સરખાવું છું. તમો હવે “મૂકતી પંથ “ ના યાત્રાળુ બન્યા છો. તમારા માતા, પિતા, ભાઈઓ, બહેને અને પ્રેમાળ બન્ને દીકરીઓ એ તમને આ કાર્ય માં સ્નેહ અને સાથ આપ્યો છે એને માટે તમામ ને મારા વંદન. ઈશ્વર તમોને નિરોગી અને લાંબુ આયુષ્ય આપે એવી મારી પાર્થના . તાક આ પુસ્તક Amazon મા વેચાણ માટે મુકશો. દરેક ગુજરાતી વાચક ને મારી નમ્ર વિનંતી કે આ પુસ્તક વસાવે અને વાંચે.
જયંત સોની – કાંદીવલી, મુંબઈ