Description
મારા પરમ મિત્ર, કવિ હૃદય રમેશભાઈ સંઘવીનો પ્રથમ ગઝલ સંગ્રહ “ગુંજન” પ્રકાશિત થઈ રહ્યો છે તો ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. અમારી મિત્રતા સન. ૧૯૯૬ થી છે. આમ તો તેમણે લેખનની શરૂઆત કોલેજ કાળથી કરેલ પરંતુ સંજોગો વશાત તેમના હાથમાંથી કલમ સન. ૧૯૮૫ માં છૂટી ગઈ તે છેક સન. ૨૦૧૬ માં ફરીવાર ચાલી. જો કે વચ્ચે તેમણે થોડી રચનાઓ કરેલ. સન. ૨૦૧૬ થી તેમણે ગુજરાતી તથા હિંદી, બંને ભાષામાં કૂલ 300 ઉપરાંત ગઝલ, ગીત તથા અછાંદસ રચનાઓ કરી. તેમણે બે માત્ર નવલકથા ” પ્રયાણ ” તથા શકુંતલાદેવી પણ આપી છે જે હજુ અપ્રકાશિત છે. અલગ મિજાજના કવિ અને સાહિત્યકાર રમેશભાઈએ અનેક વિષયમાં ખેડાણ કરેલ છે વળી તેમની લેખનીમાં એક અલગ અહેસાસ કરાવવની તાકાત છે તથા બયાનમાં એક તાજગી છે. તેમણે લેખન ઉપરાંત ધાર્મિક પુસ્તકોનું વાંચન, મનન, ચિંતન અને ધ્યાનની પણ સફર કરી છે, જેની ઝલક તેમની રચનાઓમાં અને જીવનમાં પણ જોવા મળે છે તેમના આ કાવ્ય સંગ્રહને સફળતા મળે તેવી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. રોહિતભાઈ જીવાણી (જ્યોતિષાચાર્ય, વાસ્તુશાસ્ત્રી) અમરેલી Mo. 9426471470 mail: [email protected]
Reviews
There are no reviews yet.